રાપર તાલુકાના બાદરગઢ નજીક પોલીસ જાપતામાંથી બે આરોપી ફરાર

રાપર: રાપરના બાદરગઢ પાસે હત્યાના બે આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા,મળતી વિગતો પ્રમાણે પ્રેમિકાને ઝેર પીવડાવી તે અને તેનો મિત્ર નાસી ગયા હતા ત્યારે પ્રેમિકાનું મોત થયું હતું અને પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડયા હતા.ત્યારે આજે રાપર કોર્ટમાં મુદત હોતા તેઓને રજૂ કરાયા હતા અને પરત જતી વેળાએ અન્ય આરોપીને ઉલટી થતા પોલીસ પાણી આપવામાં પરોવાઈ ત્યાં બંને યુવાનો ફરાર થઇ ગયા હતા ત્યારે તેઓને પકડવા માટે રાપર સહિત મોરબી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે.