રાપર તાલુકાના પલાંસવા ગામે સીઆરપીએફ બટાલિયનનું સ્વાગત કરાયું

રાપર : તાલુકાના પલાંસવા ગામે સીઆરપીએફ બટાલીયનનો વિશ્રામ હોતા ગામના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બટાલીયન સરદાર પોસ્ટ ભુજથી સાઈકલ દ્વારા નવી દિલ્હી ઈન્ડીયા ગેટ જવા રવાના થયેલ છે.
તા. ૧૦-૯-૧૭ના ભુજથી રવાના થયેલ અને તા. ર૯-૯-૧૭ના ઈન્ડીયા ગેટ પહોંચશે. જેમાં ૭ મહિલાઓ અને ૧૮ પુરૂષોનો સમાવેશ થાય છે. તેમજ ડોકટરની ટીમ અને રહેવા ઉઠવાની સગવળ કરી આપવામાં આવે છે. આ બટાલીયનની સ્થાપના ૧૧ ડિસેમ્બર ૧૯૯૧માં થયેલ છે. તેમજ ટોટલ ૯૩ માણસોનો કાફલો સાથે છે. અને રપમી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેમજ દરરોજ ૭૦- ૮૦ કિલોમીટર સાઈકલથી કાપવાના હોય છે.