રાપર કોવિડ કેર સેન્ટરની કચ્છ સાંસદે મુલાકાત લીધી 

  • પલાંસવા કોવિડ કેરમાં ખૂટતી સુવિધા પૂરી કરવાની ખાતરી

રાપર : આઈટીઆઈ ખાતે બનાવવામાં આવેલ રાપર કોવિડ કેર સેન્ટરની મુલાકાત કચ્છ મોરબીના સાંસદ  વિનોદ ચાવડાએ લીધી હતી અને કોરોનાની સારવાર કરતા દર્દીઓની પુછપરછ કરી હતી. તેમજ રાપર અને પલાંસવાના કોવિડ કેર સેન્ટરમાં ખુટતી સુવિધાઓ તેમજ સ્ટાફ માટે તાત્કાલિક ઘટતુ કરવાની હૈયાધારણા આપી હતી.  સાંસદે જણાવ્યું હતું કે, વાગડ વિસ્તારમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગ્રામ્ય કોવિડ કેર સેન્ટર બનાવવા માટે ગ્રામ પંચાયતને કહેવામાં આવ્યું છે એટલે વાગડ વિસ્તારમાં કોરોના અંગે સઘન સારવાર કરવામાં આવી રહી છે તો ઓક્સિજનની બોટલો પુરતા પ્રમાણમાં રાખવામાં આવશે તેમજ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી રહી છે તે ઉપરાંત કોરોના માટેનો મેડિકલ સ્ટાફ તેમજ દવાઓનો સ્ટોક પુરતા પ્રમાણમાં રાખવામાં આવશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર એચ.જી. પ્રજાપતિ, ગોપાલક બોર્ડના માજી ચેરમેન અરજણ રબારી, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ભિખુભા સોઢા, નિલેશ માલી, લાલજી કારોત્રા, વાલજી પટેલ, કાનજીભાઈ આહિર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.