રાપર-આદિપુરમાંથી બાઈકોની ઉઠાંતરી

ગાંધીધામ : રાપર શહેર તથા આદિપુર શહેરમાંથી મોટર સાયકલોને હંકારી જતા તસ્કરો સામે ગુન્હો નોંધાયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાપરમાં દેરાસર વાળી ગલીમાં પાર્ક કરેલ મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીઆર. ૩૦પ૦ને કોઈ ચોર હંકારી જતા રાપર પોલીસે જયંતકુમાર ઉમેદસિંહ પરમારની ફરિયાદ પરથી ગુન્હો નોંધી હેડ કોન્સટેબલ કિશોરસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આદિપુરના સોનલધામમાં રહેતા જીતેન્દ્રભાઈ દેવજીભાઈ સુથારની મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીએલ. ર૩૬૦ને કોઈ ચોરી જતા આદિપુર પોલીસે ગુન્હો નોંધી એએસઆઈ રતિલાલ સીલુએ તપાસ હાથ ધરી હતી.