રાપરમાં વિધાનસભાના‘મુરતીયા’ઓ મુદે તર્કવિતર્કાે

રા૫ર બેઠક પર આ વખતે ‘પટેલ‘ કરશે નવાજૂની : ટીકીટ આ વખતે ‘પટેલ‘ ને જ ફાળવાશે…? ક્યા પક્ષમાંથી મળે છે તે જોવાનું રહ્યું …!

શંકરસિહ વાઘેલા જનવિલક્પ મોરચો પેશ કરતા કોંગ્રેસના બાબુભાઈ શાહનું ભાવી અદ્વરતાલ તો મુંબઈના અક્ષરગ્રુપ અને પાટીદાર અગ્રણી ભચુભાઈ આરેઠીયાની દાવેદારી પ્રબળ

લાકડીયાના મોભી અને વાગડ તથા મુંબઈમા આગવી સેવાભાવીની છબી ધરાવતા ધનજી ગેલા ગાલા (ધનાશા શેઠ)નું નામ પણ વાગડમાં છે કોંગ્રેસમાંથી છે મોખરે : તો ગત વરસે મુંબઈમાં ગુજરાત ભાજપના દિગ્ગજા સાથે ભવ્ય સ્નેહમિલન યોજનાર લક્ષ્મીચંદ ચરલા પર વાગડમાં ચર્ચાના એરણે

 

રાપરમાં વાગડ-ભચાઉમાંથી શું રાજકીયપક્ષો પાસે નથી કોઈ સ્થાનિક ઉમેદવાર? રાપર બેઠક પર વરસોથી જૈન સમાજને જ મળતું રહ્યું છે પ્રતિનિધિત્વ આ વખતે પાટીદાર અથવા અન્ય કોઈને મળશે પ્રભુત્વ?

 

નીમાબેન આચાર્યની પણ વાગડ-રાપર વિસ્તારમાં વધેલી અવરજવર-ધાર્મિક કાર્યક્રમોથી લઈ અને વિવિધ આયોજનોમાં સવિશેષ ડોકાતી હાજરી બની છે સૂચક : રાપર બેઠક પર વરસોથી જૈન સમુદાયને જ મળે છે પ્રભુત્વ ત્યારે પંકજ મહેતા રીપીટ થશે કે પછી આ વખતે પાટીદાર-પટેલની લાગશે લોટરી? : ભાજપમાંથી મુંબઈમાં સારી લોકચાહના ધરાવતા વાગડવાસી અંબાવીભાઈ વાવીયાના પુત્રનું નામ પણ છે અગ્રીમ હરોળમાં

 

રાપરમાં ‘પાટીદાર-ફેકટર’ બનશે પડકાર
કોંગ્રેસના ગઢ સમાન રેહલી રાપર બેઠક પર ર૦૧રમા મોદી લહેરની આંધીમાં ભાજપનું કમળ ખીલી ઉઠયુ હતુ પરંતુ વિજયરથ યથાવત રાખવો કેસરીયાબ્રીગેડ માટે પણ બન્યો છે કપરા ચઢાણરૂપ : નગરપાલીકાની પેટાચૂંટણીમાં વરસો જુની ભાજપની બેઠક પરકોંગ્રેસનો કબ્જા કહી શકાય સૂચક
ભુજ : કચ્છના પ્રવેશદ્વાર એવા વાગડ પંથકમાં આવતી રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસના ગઢ સમાન રહેતી આવી છે. પરંતુ ર૦૧ર માં ફુંકાયેલા ભાજપની આંધીમાં કોંગ્રેસનું પ્રભુત્વ આ બેઠક પરથી ઉખડી પડતા ભાજપનું કમળ ખીલી ઉઠયું છે. રાપર વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ગામોના સારા એવા પ્રમાણમાં લોકો ધંધા, રોજગાર અર્થે મુંબઈ શહેરના વિસ્તારોમાં સ્થાયી હોઈ, ચુંટણી વેળાએ આ મતદારોનું મહત્વ ખુબ જ વધી જતું હોય છે. કેમ કે અન્ય રાજ્યોમાં બહાર રહેતા રાપર વિધાનસભા વિસ્તારના મતદારો જે પક્ષ તરફ વળે છે તેની જીત નિશ્ચિત બની જતી હોય છે. વાગડના લોકો મુખ્યત્વે મુંબઈમાં સ્થાયી થયા હોઈ વર્તમાને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે તેમજ મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન આવ્યું છે. ત્યારે મુંબઈ વસતા વાગડવાસીઓ રાપર બેઠકમાં પણ ભાજપના જ ઉમેદવારો જ આવે તે સ્વાભાવીક બની જાય છે. ત્યારે કોંગ્રેસ આ બેઠક ફરીથી હસ્તગત કરવા સક્ષમ ઉમેદવારોની અત્યાથી જ શોધ આદરી દેવી જરૂરી બની જાય છે.ગુજરાતની કચ્છ જીલ્લાની ત્રીજી મહત્વની વિધાનસભા બેઠક રાપર ૨,૧૬,૧૦૨ મતદારો ધરાવતી અને વિસ્તારની દ્રષ્ટીએ મોટી બેઠક છે. રાપર નજીક જ હડપ્પન સંસ્કૃતિના જુના શહેર ધોળાવીરા સ્થિત છે. રાપર વિધાનસભા બેઠક કચ્છ લોકસભામાં સમાવિષ્ટ બેઠક છે. રાપર વિધાનસભા બેઠક પર ૧,૧૪,૩૭૭ પ્રુરુષ મતદાર અને ૧,૦૧,૭૨૫ મહિલા મતદારો છે. એટલે કે ૫૦ ટકા જેટલા મતદાર મહિલા છે. કુલ્લ ર૮૮ પોલીંગ બુથ આવેલા છે. રાપર વિધાનસભા બેઠકમાં રાપર અને ભચાઉ બે તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉ તાલુકાના ધોળાવીરા, ખરોડા,  કલ્યાણપુર, જાનન, રતનપર, ગઢડા, અમરાપર સહિતના ૪૬ ગામોનો સમાવેશ થાય છે.

 

 

 

નરેન્દ્ર મોદી સાથેની નિકટકતા આ વખતે રંગ લાવશે!
ક્ષત્રીય સમુદાયની વાગડમાં મજબુત દાવેદારી :  વીરેન્દ્રસિંહ જાડેજાનું નામ રેસમાં સૌથી મોખરે
સેન્સ પ્રક્રીયામાં પણ ૧૧ લોકોએ એકીસાથે રજુઆત કરી હતી જેમાં વિરેન્દ્રસિહ જાડેજાના નામ પર થઈ હતી એકસુત્રતાભરી રજુઆત : કચ્છમાં આ વખતે ક્ષત્રીયને ફાળવાતી ટીકીટ વાગડમાં અપાય તો નવી નવાઈ નહી
ર૦૧રની ચૂંટણીમાં પ્રચાર પ્રવાસમાં વરસાણા પાસેની એક કંપનીમાં નરેન્દ્રભાઈ મોદી- વિરેન્દ્રસિંહ સાથે યોજાઈ હતી બંધબારણે બેઠક ઃ જેમાં ર૦૧૭ની ચૂંટણીમાં ‘ટીકીટ’ ફાળવણી સહિતની ખાત્રીઓ-સમજુતીઓની પણ થઈ રહી છે ચર્ચા ઃ આ સમીકરણે વીરેન્દ્રસિંહ જાડેજાનુ  પલડુ વાગડમાં ભાજપમાંથી બન્યુ છે ભારે-મજબુત : પછી તો આ “કારણ વગર જ વગળતુ રાજકરાણ છે ”એટલે લોટરી તો કોની લાગશે તે તો નકકી થયા બાદ જ આવશે બહાર
ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. ભાજપ દ્વારા પણ કચ્છમાં સેન્સ લેવાની પ્રક્રીયા તાજેતમાં જ આટોપી લેવાઈ છે. અને વિવિધ બેઠકો પર હાલમાં વિવિધ સમીકરણો ચર્ચાય છે. તેવામાં વાગડ અને રાપરની વાત કરીએ તો કચ્છમાંથી ભાજપ આ વખતે ક્ષત્રીયને તક આપશે તેમાં
પણ ક્ષત્રીય સમાજ દ્વારા પણ એક બેઠકની અભ્યાસપૂર્વકની માંગ કરવામા આવી છે. જા વાગડની બેઠક ક્ષત્રીય સમાજને ફાળે જાય તો તેમાં સૌથી મોખરા પર સમાજના જિલ્લાના વડા, પંથકના મોભી, વ્યકિતગત લોકસેવાની અનેરી છબી ધરાવનારા વિરેન્દ્રસિંહ જાડેજાનું નામ મોખરે હોવાનુ મનાય છે. સેન્સ વખતે પણ ૧૧ લોકો સાથે રજુઆત કરવામા આવ્યા હતા અને તેમાં સૌથી ઉપર વિરેન્દ્રસિંહ જાડેજાનું જ નામ હતુ. તેઓ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં સેવાની અનેરી સુવાસ પાછલા લાંબા સમયથી ફેલાવેલી છે. તેઓને ટીકીટ આપવાથી ભાજપની પ્રતિષ્ઠા અને લોકચાહનામા પણ વધારો થવા પામી શકે તે વાતમાં બે મત નથી. સંગઠનના જાણકાર છે અને વ્યકિતગત રીતે પણ તમામ મોરેચ સક્ષમ છે. નોધનીય છે કે દેશના સવાયા કચ્છી પીએમ નરેન્દ્ર મોદીની સાથે તેઓની નીકળતમ મિત્રતા રહી છે. નરેન્દ્ર મોદી સીએમ હતા અને ભચાઉ આવ્યા હતા ત્યારે વિરેન્દ્રસિંહની સાથે જ સ્થાનિક પ્રવાહોની અલગથી બેઠક કરી છે. આ વખતે નરેન્દ્ર મોદી સાથેની નિકટતાનો લાભ પણ વિરેન્દ્રસિંહ જાડેજાને ટીકીટ ફાળવણીમાં મળે અને તેના મારફતે સમગ્ર પંથકને એક મજબુત લોકસેવકની સેવાનો લાભ ભવિષ્યમાં મળે તો નવી નવાઈ નહી કહવાય.

 

ર૦૧ર-૧૪નું પુનરાવર્તન કે પછી નવસર્જન?
ગાંધીધામ : આ બેઠક પર છેલ્લી યોજાયેલી વર્ષ ૨૦૧૪ની વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના પંકજ મહેતા જીત્યા હતા. જયારે વર્ષ ૨૦૧૨માં ભાજપના જ વાઘજીભાઈ પટેલ વિજેતા બન્યા હતા. વર્ષ ૨૦૧૪માં ભાજપના પંકજ મહેતાએ કોંગ્રેસના બાબુ મેધજી શાહને કરતા ૧૨ ટકા વધુ મત મેળવ્યા હતા. જયારે વર્ષે ૨૦૦૭માં આ બેઠક કોંગ્રેસના બાબુ મેધજી શાહે ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને હરાવીને જીતી હતી. આગામી ચૂંટણીમાં ત્યારે ગત ર૦૧ર-૧૪ની ચૂંટણીનું પુનરાવર્તન જ થશે કે પછી નવસર્જન તે પણ હાલમાં ચર્ચાનો વિષય બની જવા પામી ગયો છે.

 

સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓમાં છે ભાજપનો દબદબો
રાપર : રાપર વિધાનસભા મત વિસ્તારમાં શહેરી મતદારોની સાથો સાથ ગ્રામીણ મતદારોનો પ્રભાવ પણ સારો એવો છે. ત્યારે રાપર તાલુકા પંચાયતમાં ભાજપનો કબજા હોવાની સાથો સાથ જિલ્લા પંચાયતની બેઠકો પર પણ કમળ જ વર્ચસ્વ ધરાવે છે. રાપર તાલુકા પંચાયતની ર૧ બેઠકો પૈકી ૧પ બેઠકો પર ભાજપનો કબજા છે. જયારે કોંગ્રેસને ફાળે માત્ર ૬ જ બેઠકો આવી છે. તો જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો કમળ ખીલેલુ છે. જયારે કોંગ્રેસને ફાળે સમખાવા પુરતી માત્ર એક જ બેઠક છે. ત્યારે એવું સ્પષ્ટ પણે કહી શકાય કે રાપરના ગ્રામીણ વિસ્તારોમાં લીડ મેળવવા કોંગ્રેસને દિવસે તારા જાવા પડશે.

 

વાગડ બેઠક પરના મહત્વપૂર્ણ પાસાઓ..કયા..?
• તાજેતરમા જ સુધરાઈની એક બેઠક કોંગ્રેસ આચકી ગયુ • પ્રત્યેક સમાજની બેઠક પર રહી છે દાવેદારી • વર્તમાન ધારાસભ્યની સામે ૧૩ અલગ-અલગ જ્ઞાતીની ટીકીટ માટે છે સાગમટે દાવેદારી • બક્ષીપંચ તળે આવતા ૧.ર૦ લાખ મતદારોનો જાક બનશે ચાવીરૂપ • વાગડનો આર્થિક વ્યહવાર ભુજ-ગાંધીધામ ઉપરાંત મુંબઈ સાથે હોવાથી મુંબઈઘરા વાગડવાસીઓનો પણ રહેશે પ્રભાવ

 

સર્વણ કે ઓબીસીને તક આપવી? રાજકીયપક્ષોમાં મથામણ
ગાંધીધામ : રાપર વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણ પર નજર કરી એ તો જણાશે કે ઓબીસી ૫૧.૦ ટકા, સવર્ણ ૨૧. ૫ ટકા, લધુમતી ૧૩.૪ ટકા , એસ.સી. ૧૨.૪ ટકા અને એસ.ટી ૨. ૨ ટકા છે. આમ આ બેઠક પર જોવા જઈએ તો રાજકીય પક્ષોએ સવર્ણ કે ઓબીસી ઉમેદવારની પસંદગી કરવી પડશે. જેના આધારે ચુંટણીમાં મત મેળવવા પક્ષો માટે આસાન બની રહેશે.

 

ગ્રામીણ મતદારો ભજવશે નિર્ણાયક ભુમિકા
ભુજ :  રાપર વિધાનસભા મત વિસ્તારમાં શહેરી મતદારોની સાથો સાથ ગ્રામીણ મતદારોનો પણ સંગમ જોવા મળે છે. હરહંમેશ આ બેઠકના ઉમેદવારની જીતમાં ગ્રામીણ મતદારોની ભૂમિકા મહત્વ રૂપ સાબિત થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ૩પ હજારથી વધુ કોલી મતદારો આ વિધાનસભા ક્ષેત્રમાં આવતા હોઈ હાર જીતમાં કોલી મતદારો આ વખતે પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. તો અન્ય મતદારોની વાત કરીએ મુસ્લિમ ૧૪ હજાર, દલિત ૧૮૪૦૦, પટેલ રપ,પ૦૦, ક્ષત્રિય ર૮પ૦૦, આહીર ૧૩ હજાર, અન્ય ૧૦,રપ૯, બ્રાહ્મણ પ૩૦૦, રબારી ૧પ,૩૦૦, મિસ્ત્રી પ હજાર, લોહાણા ર૭૦૦, જૈન પ હજાર, ગઢવી ૧ર૦૦, ગોસ્વામી ર૯૦૦, સોની ૧ હજાર તેમજ પ૦૦ જેટલા સંઘાર મતદારો પણ છે. તો નવી મતદારયાદી મુજબ નવા મતદારોનો ઉમેરો થયો હોઈ જ્ઞાતિવાઈઝ મતો પણ પરિવર્તિત થઈ શકે તેમ છે.

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી યોજાવવાના કાઉન્ટડાઉન શરૂ થવા પામી ગયુ છે.
ત્યારે કચ્છમાં પણ જિલ્લાના પહેરેદાર એવા રાપરમા પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોને કોને સંભવત મેદાનમા ઉતારવામા આવી રહ્યા છે અથવા તો પછી કોણે કોણ દાવેદારીના મુડમા છે અને કોણ મોઢા ધોઈને બેઠેલા છે તે મામલે રાજકીય સહિતના બેડામા ભારે ચર્ચાઓ સાથે તર્કવિતર્કે તેજ બની જવા પામી ગયા હોવાનો ગણગણાટ ઉઠવા પામી રહ્યો છે.
પૂર્વ કચ્છના પહેરેદાર તાલુકામા ઉમેદવારોનીચર્ચાઓ તેજ બની છે. આંતરીક રીતે લોબીંગ, તૈયારીઓનો ધમધમાટ પણ દર્શાઈ રહ્યો છે. રાપરમા મેળા-મલાખડા હોય કે પછી કોઈ સંમેલનો કે ધાર્મીક આયોજનો હોય તેમા બારાતુ આગેવાનોની હાજરી ઉડીને આંખે વળગી રહી છે. પાછલા વરસોમા વિશેષ ન દેખાયેલાઓ હવે વાગડ કેમ વિશેષ યાદ આવી રહ્યુ છે. કયાકને કયાક ચૂટણી જનસંપર્ક અભિયાન તરીકે જ તેને જાવામા આવી રહ્યુ છે.
વાત કરીએ કોગ્રેસની તો અહી શંકરસિહ વાઘેલા જનવિલક્પ મોરચો પેશ કરતા કોંગ્રેસના બાબુભાઈ શાહનુ ભાવી અદ્વરતાલ દેખાઈ રહ્યુ છે. તેઓ શંકરસિહના નીકટના સાથી મનાય છે. શંકરસિહ પાછલા બારણેથી ભાજપનો ખેસ ધારણ જ કરી લીધો હોવાનુ મનાય છે. જયારે બાબુભાઈ કોંગ્રેસની સાથે હતા અને રહેશે જ તેવી વાત તેઓ કરી ચૂકયા છે. ત્યારે હવે તેઓને માટે ભાજપ અને કોગ્રેસ બન્ને પક્ષો મુદ તેલ અને તેલની ધાર જાવાનો તાલ સર્જાઈ રહ્યો છે. જયારે બીજીતરફ તો મુંબઈના અક્ષરગ્રુપ અને પાટીદાર અગ્રણી ભચુભાઈ આરેઠીયાની દાવેદારી પણ પાછલા લાબા સમયથી રાપર બેઠક પર ચર્ચાય છે. તે પછીનુ નામ સર્વપ્રીય અને લોકેના હૃદયમા અનેરૂ સ્થાન ધરાવનારા ભોમીનુ આવી રહ્યુ છે. લાકડીયાના મોભી અને વાગડ તથા મુંબઈમા આગવી સેવાભાવીની છબી ધરાવતા ધનજી ગેલા ગાલા (ધનાશા શેઠ)નુ નામ પણ વાગડમા કોગ્રેસમાથી મોખરે મનાય છે. ધનાશા શેઠની જગડુશા નીતી લોકોના હૃદયમા વાગડથી લઈ અને મુંબઈ સુધી અનેરી લોકચાહના ધરાવે છે.
તો ગત વરસે મુંબઈમા ગુજરાત ભાજપના દિગ્ગજા સાથે ભવ્ય સ્નેહમિલન યોજનાર લક્ષ્મીચંદ ચરલા પર વાગડમા ચર્ચાના એરણે જ રહ્યા હોવાનુ મનાય છે. રાપરમાં વાગડ-ભચાઉમાંથી શુ રાજકીયપક્ષો પાસે નથી કોઈ સ્થાનિક ઉમેદવાર? રાપર બેઠક પર વરસોથી જૈન સમાજને જ મળતુ રહ્યુ છે પ્રતિનિધત્વ આ વખત પાટીદાર અથવા અન્ય કોઈને મળશે પ્રભુત્વ? પંકજ મહેતા રીપીટ થાય છે કે કેમ? કે પછી ભચાઉમાંથી ક્ષત્રીય આગેવાનનુ વજન જળવાય છે? યા તો પછી અન્ય કોઈ નવુ જ નામ અહી ભાજપ દ્વારા આગળ કરાશે તેવી અટકળો પણ તેજ બની રહી છે.
હાલમા ભુજમાથી ચૂંટણીજંગમા ઝંપલાવનારા ડો.નીમાબેન આચાર્યની પણ પાછલા કેટલાક સમયથી વાગડમાં વિવીધ આયોજનો-કાર્યક્રમોમા દેખાતી હાજરી પણ ચર્ચાનુ કારણ બની છે.
રાપર હોય, સઈ હોય કે સાંતલપુર જેનધાર્મીક કાર્યક્રમોમા પણ નીમાબેનની હાજરી અહી ઉડીને વળગી રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભુજની બેઠક અનિશ્ચીત હોવાથી તેઓ રાપર બેઠક પર આ વખતે ઝંપલાવી શકે છે.
રાપર બેઠક પર ભાજપના મજબુતદાવેદારોમાં પકજભાઈ મહેતા, વીરેન્દ્રસિંહ જાડેજા, યોગી દેવનાથબાપુ, અંબાવીવાવીયાના પુત્ર,ના નામો મોખરે મનાય છે ત્યારે કોંગ્રેસમાં ભચુભાઈ આરેઠીયા, બાબુભાઈ શાહ, ધનજીભાઈ ગાલા સહિતના નામો પ્રથમીકાથી ચર્ચાય છે.
જા કે આ તમામ હજુ જા અને તોના જ સમીકરણો અને રાજકીય બેડાની ચર્ચા છે.