રાપરમાં રાજસ્થાનના દારૂનો ભાગેડુ સાધુ ઝડપાયો

રાપર : શહેરના એક મંદિરમાં સાધુ બનીને રહેતા અને રાજસ્થાનમાં દારૂના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ભાગતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગામ ઉનિયારા તા. ટોંક રાજસ્થાન રહેતા માયારામ ભજેલાલ મીણા નામના શખ્સ ઉપર ૧૯૯૯માં દારૂનો ગુનો નોંધાયો હતો. જે-તે વખતે આ આરોપી નાસી છુટ્યો હતો અને ત્યારથી નાસતો ફરતો હોઈ અને રાપરમાં એક મંદિરમાં સાધુ બનીને રહેતો હોવાની રાજસ્થાન પોલીસને મળેલ બાતમી આધારે તેમજ કોર્ટે ધરપકડ વોરેટ ઈશ્યુ કરતા રાજસ્થાન પોલીસે સ્થાનિક પોલીસની મદદથી માયારામ ઉર્ફે મહેશગીરીની ધરપકડ કરી હતી.