રાપરમાં પરિણીતાની લાજ લૂંટવાનો પ્રયાસ

રાપર : શહેરના સમાવાસમાં રહેતી પરિણીતાના ઘરમાં ઘૂસી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાપરના સમાવાસમાં રહેતા યુવરાજસિંહ વિનુભા સોઢા ગત તા. ર૯-૮-ર૦૧૮ના રાત્રીના ૩.૩૦ વાગ્યે તેના પાડોશમાં રહેતી પરિણીત મહિલાના ઘરના વરંડાની દિવાલ કુદીને ઘરમાં પ્રવેશ કરી મહિલાની લાજ લેવાનો પ્રયાસ કરતા મહિલાએ રાડા રાડ કરતા મહિલાનો પતિ જાગી જતા આરોપીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા રાપર પોલીસે આરોપી સામે છેડતીનો ગુનો નોંધી એએસઆઈ દિનેશભાઈ ગોહિલે તહોમતદારને ઝડપી લઈ સલાખો પાછળ ધકેલી દીધો હતો.