રાપરમાં નગર સેવકના મકાનને નિશાન બનાવતા તસ્કરો

રાપર : શહેરના ઉલેટવાસમાં નગર સેવકના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. પરંતુ કોઈ ચીજવસ્તુઓ નહી ચોરાતા મકાન માલીક તેમજ પોલીસે રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ઉલેટવાસમાં રહેતા રાપર નગરપાલિકાના નગર સેવક દિનેશભાઈ ચંદે રાત્રીના પોતાના મકાનના ઉપરના માળે સુતા હતા ત્યારે કોઈ ચોરોએ નીચેના મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી સરસામાન વેર વિખેર કરી નાખ્યો હતો. પરંતુ કોઈ ચીજવસ્તુની ચોરી થયેલ ન જણાતા પોલીસને જાણ કરતા પીએસઆઈ પી.એસ. નાદોલીયા બનાવ સ્થળે ધસી આવ્યા હતા. પરંતુ કોઈ ચીજવસ્તુની ચોરી નહી થતા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને આવા બનાવો બનતા અટકાવવા દિવસ-રાત્રીની સઘન પોલીસ પેટ્રોલીંગ ગોઠવી લેભાગુ તત્વોને ઝડપી પાડવા શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.