રાપરમાં ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ

ગાંધીધામ : આગામી માસમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ચુંટણી પંચે તમામ તૈયારીઓ કરી રહ્યું છે. જેમાં જુદા જુદા વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણીપંચ દ્વારા મતદાન મથકો પર ના સ્ટાફ અને ચુંટણી માટે ફાળવવામાં આવેલ સ્ટાફ અને ફસ્ટ પ્રિસાંઈડીંગ ઓફિસર અને પ્રિસાંઈડીંગ ઓફિસર અને ઝોનલ ઓફિસરને તાલીમ આપવા માટે આજે રાપર નગરપાલિકાના ટાઉનહોલ મધ્યે જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધીકારી રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલના માર્ગદર્શન તળે પ્રાંત અધિકારી નવલદાન ગઢવી અને મામલતદાર કે.જી.વાછાણી, બી.વી.પંડ્યાની અધ્યક્ષતામાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા તાલીમમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ચુંટણી લક્ષી કામગીરી અંગે ચુંટણી પંચ દ્વારા તાલીમમાંર્થી મનોજ લોઢા દ્વારા તાલીમ આપી માહિતગાર કર્યા હતા. ઉપરાંત વી.વી.પેટ, ઈવીએમ મશીન તેમજ મતદાન મથકો પરની કામગીરી અંગે તથા અન્ય ચુંટણીલક્ષી કામગીરી અંગે વાકેફ કર્યા હતા. તાલીમ દરમિયાન ૪૯૮ પ્રિસાંઈડીંગ ઓફિસર અને ૩૦૦ ફસ્ટ પ્રિસાંઈડીંગ ઓફિસરને તાલીમ બે તબક્કામાં આપવામાં આવી હતી. શિબિર દરમ્યાન નાયબ મામલતદાર એચ.એસ.હુંબલ, ડી.પી.રાઠોડ, મહેશ ઠકકર, એચ.બી.વાઘેલા, ડી.ડી.પરમાર, એસ.એમ.મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવિન પટેલ સહિતનો રાપર વિધાનસભા મતવિસ્તાર માટે ફાળવવામાં આવેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પ્રાંત અધિકારી અને રાપર વિધાનસભાના આરો ઓફિસર નવલદાન ગઢવીએ જણાવ્યું હતુ કે આજે રાપર ખાતે ચુંટણી પંચ માટે ફાળવવામાં આવેલા સ્ટાફને મતદાન દરમિયાન સંપૂર્ણ પળે નિષ્પક્ષ રીતે ચુંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે.