રાપરમાં ગૌરવ યાત્રાને અનુલક્ષીને તમામ તૈયારી પૂર્ણ

 

રાપર ઃ આવતીકાલથી કચ્છમાં પ્રવેશ કરનારી ગૌરવાયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલના સીધા માર્ગદર્શન તળે રાપર ખાતેની ગૌરવયાત્રામાં નાયબ પોલીસ વડા રાકેશ દેસાઈ, એલ.સી.બી.પી. આઈ.એચ.એલ. રાઠોડ, એસ.ઓ.જી. પી.આઈ આશિષ પંડ્યા, રાપર પીએસઆઈ એસ.જી. ખાંભલાની અધ્યક્ષતામાં ત્રણ પોલીસ ઇન્સ્પેકટર, દસ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત બસોથી વધારે સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયો છે. તો રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ નગરપાલિકા મધ્યે બેઠક બોલાવી હતી. જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢા, પ્રવિણ ઠકકર, મેહુલ જાષી, રાજુભાઈ ચૌધરી, મોરારદાન ગઢવી, ઉમેશ સોની, બલવંત ઠકકર, જયેન્દ્ર ચૌધરી, રમેશ સિયારીયા, રામજી મુછડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને રાજય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્ર મંત્રી અનુરાગ ઠાકુર, ઉમા ભારતી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. રાપર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વિવાદાસ્પદ બેનરોએ ચર્ચા જગાવી છે તે બાબતે અને કોંગ્રેસ દ્વારા દેખાવો ના થાય તે માટે પોલીસે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દીધો છે અને વધુમાં વધુ માણસો સવારે સાડા નવ વાગ્યે ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહે તે માટે રાપર તાલુકા ભાજપની ટીમ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.