રાપરમાં કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠીયાનો વિજય નિશ્ચિત જ છે : ગુરૂદાસ કામત

વાગડ સર્વ સમાજ એકતા મંચ અને લેઉઆ પાટીદાર સમાજ વાગડ એકતા મંચ દ્વારા ઘાટકોપરમાં યોજાયેલી સભામાં જનમેદની ઉમટી

ભચાઉ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારને ઉમળકાભેર આવકાર
ગાંધીધામ : આજરોજ રાપર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠીયાનો ભચાઉ તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કાર્યક્રમ યોજાયો જેમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. સાથે ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા, તાલુકા પંચાયત વિપક્ષનેતા ભરતભાઈ ઠકકર, જેઠાલાલ વાણીયા, ભચુભાઈ આરેઠીયા, ગણેશાભાઈ ઉદરીયા, બાબુભા જાડેજા, તેમજ તમામ ગામોના સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહી ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. ભચાઉ તાલુકાના ગામોગામ કોંગ્રેસના ઉમેદવારને આવકાર મળી વાગડ વિકાસમાં સહયોગી બનવા અપીલ કરવામાં આવી હતી અને કોંગ્રેસની સરકાર આવે તે માટે મતદાન કરવા અને ગામડાના વિકાસમાં સહયોગ બનવા અપીલ કરવામાં આવી હતી.

 

મુંબઈ : ગુજરાત વિધાનસભાની ૯ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં કચ્છના રાપર-૬ મતવિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા સંતોકબેન ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા (પટેલ)નો ભારે બહુમતીથી વિજય નિશ્ચિત છે એવો સ્પષ્ટ નિર્દેશ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ગુરૂદાસ કામતે ઘાટકોપર (ઈસ્ટ)ના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલી એક સભામાં આપ્યો હતો. આ સભા વાગડ સર્વ સમાજ એકતા મંચ અને લેઉઆ પાટીદાર સમાજ વાગડ એકતા મંચ દ્વારા યોજાઈ હતી.
વાગડ સર્વ સમાજ એકતા મંચ અને લેઉઆ પાટીદાર સમાજ વાગડ એકતા મંચ દ્વારા ૬૦ વર્ષ પછી રાપરમાં પહેલી વાર કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠિયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મુંબઈભરના વિવિધ સમાજાના લોકોની એક સભા યોજાઈ હતી. આ સભામાં અંદાજે ૯પ૦૦થી વધુ જનમેદનીએ હાજરીઆપી હતી. આ મેદનીને જાઈને ગુરૂદાસ કામત અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન તથા વિધાનસભ્ય આરીફ મોહમ્મદ નસીમ ખાને સંતોકબેન પટેલની જીત નિશ્ચિત હોવાનો નિર્દેશ આપ્યો હતો. આ બન્ને નેતાઓએ જનમેદનીને કહ્યું હતું કે ૧૮ ડિસેમ્બરે સંતોકબેનની અને ગુજરાતમાં કોંગ્રેસની જીતથી આપણે સૌ ફરી એક વાર દિવાળી મનાવીશું. નસીમ ખાને સમાજને સંબોધતા કહ્યું હતું કે, ‘હું મુંબઈના વેપારીઓની સાથે જ છું અને પહેલી ડિસેમ્બર પછી રાપર પણ પ્રચાર કાર્ય માટે પહોંચી રહ્યો છું. અમારો સમાજ તમારી સાથે રહેશે.’ આ બાબતે સ્પષ્ટતા કરતા કચ્છના ભૂતપૂર્વ સંસદસભ્ય ૮૬ વર્ષના હરિલાલ નાનજી પટેલ ઉર્ફે બાપાએ જનમેદનીને કહ્યું હતું કે ‘છેલ્લા બાવીસ વર્ષથી વિકાસની વાતો કરતી સરકાર દ્વારા રાપર મતવિસ્તારમાં ઉડીને આંખે વળગે અને પ્રજાને આનંદ થાય એવી વિકાસની કામગીરી થઈ નથી, માત્ર વિકાસની વાતો થઈ છે. એટલે જ આખા ગુજરાતની પ્રજા વિકાસ ગાંડો થયો કહે છે. તાલુકાના ગામોને જાડતા રોડ-રસ્તાના કોઈ ઠેકાણા નથી. દર વર્ષે શાળાપ્રવેશના મહોત્સવના દેખાવ ગોઠવાયા છે, પણ શિક્ષણસ્તર હતું ત્યાંનું ત્યાં જ છે. બાવીસ વર્ષમાં રાપરના ખેડૂતોને નવા વીજ જાડાણ મળ્યા નથી. ખેતીલક્ષી સિંચાઈ સંબંધી નર્મદા કેનાલનું કામ કાચબાગતિથી ચાલી રહ્યું છે ત્યારે વિકાસની ગાથા કાગળો, મીડિયા અને ભાષણો પૂરતી સીમિત રહી છે અને વાસ્તવિકતાથી ઘણી દૂર છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પંકજ મહેતા ઘરભેગો થાય અને નેશનલિસ્ટ કોગ્રેસ પાર્ટીના બાબુભાઈ શાહની ડિપોઝીટ જાય એવું પ્રણ લઈને બધા ઘરે જાય. સંતોકબેનના પતિ ભચુભાઈએ બે વર્ષમાં રાપર મતદાન ક્ષેત્રમાં ભારે જહેમત ઉઠાવીને કોંગ્રેસનો ડંકો વગાડ્યો છે.’ આ પ્રસંગે દુધઈ-પિપરાળા ૭ર ગામ લેઉવા પાટીદાર સમાજના લોકો સંતોકબેનને સપોર્ટ કરવા સહપરિવાર આવ્યા હતા. અખિલ ભારતીય લેઉઆ પાટીદાર સમાજ, લેઉઆ પાટીદાર બો‹ડગ-ભચાઉ, કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય-રાપર, પટેલ સમાજવાડી-ઐરોલી, નવી મુંબઈ, લેઉઆ પાટીદાર સમૂહલગ્ન સમિતિ, મુંબઈ-રાપર, ૭ર ગામ સમાજના જ્ઞાતિ મંડળો, મુંબઈ-નવી મુંબઈના મહિલા મંડળો, આહિર સમાજ, રાજપૂત સમાજ, મુસ્લીમ સમાજ, દલિત સમાજ જેવા રાપરના અને કચ્છના અનેક સમાજાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ નેતાઓએ સમાજના લોકોને સંબોધતા કહ્યું હતું કે,‘આપણે બધાએ એક અઠવાડિયા માટે મુંબઈમાં બેસીને નહીં પણ કચ્છ-રાપરમાં જઈને ત્યાંના રહેવાસીઓને
સંતોકબેન પટેલને મત આપવાની અપીલ કરવાની છે. આને માટે ૯ ડિસેમ્બર પહેલા આપણે સૌએ મુંબઈના કામકાજ છોડીને રાપર અને કચ્છના અન્ય ગામોમાં કોંગ્રેસનો વિજય થાય એવા પ્રયાસ કરવાના છે.’ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા પ્રવિણ છેડાએ જનમેદનીને કહ્યું હતું કે,‘આપણે ભલે મુંબઈમાં સ્થાયી થયા, પણ આપણે માતૃભૂમિને ભૂલ્યા નથી. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે આપણે હંમેશા તત્પર રહ્યા છીએ. વિકાસના ભ્રમથી બહાર આવીને સત્યને સ્વીકારીને આપણે સંતોકબેનને ભારે બહુમતીથી જીતાડવા માટે અહીં ભેગા થયા છીએ. હવે આપણે કચ્છ-રાપર જઈને આપણી તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. આપણો ધર્મ છે સુપાત્રને દાન આપવાનો એ પ્રમાણે આપણે ત્યાંના લોકોને સંતોકબેન પટેલને મતદાન કરવાની અપીલ કરવાની છે.’