રાપરમાં અજમાયશી પ્રાંત અધિકારી તરીકે જયકુમાર રાવલની નિમણૂંક

સરકાર દ્વારા 4 માસ માટે જુદા-જુદા તાલુકાઓમાં 48 અધિકારીઓને મૂકાયા

ભુજ : રાજ્ય સરકાર દ્વારા ગેસ કેડરના 48 અધિકારીઓનો અજમાયશી ધોરણે 4 માસના સમયગાળા માટે વિવિધ તાલુકાઓમાં પ્રાંત અધિકારી તરીકેની ફરજ બજાવવા નિમણૂંક આપવામાં આવી છે. જેમા કચ્છમાં ભચાઉ સબ ડિવિઝનમાં રાપરમાં પ્રાંત અધિકારી તરીકે જયકુમાર રાવલની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ વર્ગ-1ના 2019ની બેચના અજમાયશી અધિકારીઓને વિવિધ તાલુકાઓમાં પ્રાંત અધિકારી તરીકેની ફરજ બજાવવા રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નિમણૂંક અપાઈ છે. 48 અધિકારીઓને અપાયેલી નિમણૂંકમાં રાપરમાં અજમાયશી પ્રાંત અધિકારી તરીકે જયકુમાર રાવલને મૂકાયા છે. સરકાર દ્વારા આ નિમણૂંક આગામી 3જી નવેમ્બર 2021 સુધી જ કરાઈ છે.