રાપરમાંથી  સગીરાનું અપહરણ

રાપર : પ્રાપ્ત વિગતો મુજબ મુળ ખેવાલતા સાંતલપુર હાલે દૂધ ડેરી વિસ્તાર રાપર રહેતી ૧૬ વર્ષિય સગીર કન્યાને રવેચીનગર વિસ્તાર રાપરમાં રહેતા મુકેશ ડાયા કોલી ગત તા.ર૮-૮-૧૭ના રાત્રીના સાડા અગિયારથી ર૯-૮-૧૭ના સવારના ૬ વાગ્યા દરમ્યાન લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઈરાદે સગીરાના કાયદેસરના વાલીપણામાં અપહરણ કરી જતા રાપર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી ઈન્ચાર્જ સીપીઆઈ એસ.જી. ખાંભલાએ તપાસ હાથ ધરી હતી.