રાપરના રામવાવમાં દિવાલ બનાવવા બાબતે વૃદ્ધ પર હુમલો

રાપર : તાલુકાના રામવાવમાં દિવાલ બનાવવા બાબતે થયેલા ઝઘડામાં બે શખ્સોએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો. હોકી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાપર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જીલુભા ખીમાજી જાડેજાએ આરોપી બનેસિંહ દેશળજી જાડેજા અને શીવુભા દેશળજી જાડેજા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદી સાથે દિવાલ બનાવવા બાબતે ઝઘડો કરી ભુંડી ગાળો આપી હોકી વડે હાથમાં ફટકા મારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી, તેમજ ધકબુશટનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા રાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવને પગલે હેડ કોન્સ્ટેબલ જયેશ ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.