રાપરના માખેલમાં યુવતીની લાજ લેવાનો નિર્લજ્જ પ્રયાસ

રાપર ; તાલુકાના માખેલ ગામે યુવતીની લાજ લેવાનો નિર્લજ્જ પ્રયાસ થતા આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી માહિતી પ્રમાણે માખેલ ગામે રહેતી ૧૯ વર્ષિય યુવતી દુકાને સામાન લેવા જતી હતી, ત્યારે પાછળથી ગામમાં રહેતો અશોક પારેગી નામનો આરોપી આવ્યો અને યુવતીને કહ્યું કે, હું તને પ્રેમ કરૂં છું. તારે મારી સાથે ચાલવું પડશે નહીંતર હું મરી જઈશ, તેવું કહી અશોકે યુવતીનો હાથ પકડી ઈજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ રાડા રાડ કરતા આરોપી નાસી છુટયો હતો. પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ યુવતીએ આડેસરમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.