રાપરના તકિયાવાસમાં યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી

રાપર : કચ્છમાં આપઘાત-અકસ્માતના કિસ્સા રોજિંદા બન્યા હોય તેમ વધુ એક આત્મહત્યાના કિસ્સામાં યુવાનનો જીવ ગયો હતો. રાપર શહેરના તકિયાવાસમાં યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી હતી.રાપર પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે રર વર્ષિય વાલજીભાઈ કેસરભાઈ ગોહિલે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. હતભાગીએ પોતાના ઘરે બપોરે ૧૧ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી હતી. જે અંગે પોલીસે અકસ્માત-મોતનો ગુનો નોંધી પીએસઆઈ જી.જી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.