રાપરના ડાવરીમાંથી હાઈપ્રોફાઈલ જુગાર ઝડપાઈ

image description

ગામની સીમમાં બંધ ઓરડીમાં જુગાર રમતા આઠ ખેલીઓ એક લાખની રોકડ સહિત ૬.૬૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

રાપર : તાલુકાના ડાવરીના સીમ વિસ્તારમાં બંધ ઓરડીમાં રમાતી જુગાર પર બાલાસર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસની કાર્યવાહીમાં આઠ જુગારીઓની ધરપકડ કરાઈ હતી. જયારે એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે એક લાખની રોકડ સહિત ૬.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી બાલાસર પોલીસનો સ્ટાફ દારૂ, જુગારની બદીઓને નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલી બાતમી હકીકતને આધારે રાપરના ડાવરી ગામે સીમ વિસ્તારમાં બંધ પડેલી ઓરડીમાં જુગાર રમાતો હતો. પોલીસે જુગાર પર દરોડો પાડીને રમેશ રામજી કોલી, પ્રવીણ ભચુભાઈ કોલી, કાનજીભાઈ ધનજીભાઈ કોલી, અરજણભાઈ સોડાભાઈ કોલી, રામજીભાઈ ભલાભાઈ મારાજ, નથુરામ વેલજી મારાજ, ધરમશીભાઈ માનસંગભાઈ કોલી અને મોતીસિંહ જશુભા સોઢાની ધરપકડ કરી હતી. જયારે મુકેશભાઈ રણમલભાઈ કોલી નામનો એક શખ્સ દરોડા દરમ્યાન નાસી છુટયો હતો. પોલીસે કરેલી કાર્યવાહીમાં રોકડા રૂા. ૧,૦૪,૭૪૦/- તેમજ રર,૮૦૦/-ની કિંમતના સાત ફોન, ૭૭ હજારની ચાર નંગ બાઈક અને ૪,પ૦,૦૦૦/-ની કિંમતની બે બોલેરો કેમ્પર ગાડી ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં પીએસઆઈ બી. આર. ગઢવી, એએસઆઈ રમેશભાઈ પટેલ, હેડ કોન્સ. અમરસિંગ મોરી, પોલીસ કોન્સ. રવજીભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, સામજીભાઈ, જેઠાભાઈ, વિક્રમભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.