રાપર : તાલુકાના કુડા જામપર હાઈવે પર કાર પલટી મારી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. રાપર પોલીસ મથકે બનાવને પગલે થયેલી નોધ મુજબ કુડા જામપર પાસે ઈલેક્ટ્રીક વીજ થાંભલા સાથે કાર ભટકાતા પલટી મારી ગઈ હતી. વીજ થાંભલો પણ ઘટનામાં ધરાશાહી થઈ ગયો હતો. રાપર પોલીસે આપેલી વિગતો મુજબ અકસ્માતમાં ડીસામાં રહેતા ૪૫ વર્ષિય નાગજીભાઈ હિરાભાઈ દેસાઈનું મોત થયું હતું. તો અન્ય બે લોકોને અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. પુરપાટ વેગે જતી સ્વિફ્ટ કાર પલટી મારી જતા આ ગમખ્વાર બનાવ બન્યો હતો.