રાપરના કુખ્યાત ડાભુંડા સીમમાંથી ૩ર.પ૭ લાખનો શરાબ ઝડપાયો

પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ શ્રી જાડેજાની ટીમની હિંમતભરી કાર્યવાહી અભિનંદનને પાત્ર : વાગડમાં પોલીસ છે..!નું કુખ્યાત તત્વોને હવે થશે ભાન..!

 

રાપરનો ડાભુંડા પટ્ટો અને અહીંના બુટલેગરો વહીવટદાર થકી બની ગયા હતા માથાભારે તત્વો : ખાખીને પણ ડાભુંડા પટ્ટામાં બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં કરવો પડતો હતોે ૧૦૦ વખત વિચાર : એસપીશ્રી પરિક્ષીતા રાઠોડના સીધા જ માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એલસીબી પીઆઈનો ડાભુંડા પટ્ટામાં સફળ દારૂનો દરોડો પોલીસ વિભાગનું પણ નૈતિક બળ ઉચકાવવા સમાન જ કહેવાશે પહેલ

 

કિરીટ જેવા વહીવટદારોએ રાપર પટ્ટો બુટલેગરોના જ હવાલે કરી દીધો હોવાથી અહીં દારૂની હેરફેર કરનારાઓ બની ગયા હતા માથાભારે : ખાખીનો ખોફ ઓસરાવી દેનાર કિરીટને પાટણ પટ્ટામાં મુકી દેવાતા જ ચમરબંધી બની ગયેલા બુટલેગરોને પણ ખાખીની ધાક દેખાડનારા પૂર્વ કચ્છના પોલીસ અધિકારીઓની સમગ્ર ટીમની નીડરતાભરી કાર્યવાહી આવકારદાયક

 

 

ગાંધીધામ : વાગડ સૌથ આગળની ઉકિત દારૂના બુટલેઘરોને પણ છુટોદારે આપવામાં પાછલા કેટલાક સમયથી સતત ગાજતી રહી હતી. દરમ્યાન જ કચ્છ બોર્ડર રેન્જના વડા ડી.બી.વાઘેલા અને પૂર્વ કચ્છ એસપીશ્રી પરીક્ષીતા રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ જ ગત રોજ પૂર્વ કચ્છ એલસીબીની ટુકડીએ રાપરના ડાભુંડા જેવા કુખ્યાત સીમાડાામાં દારૂના બુટલેગર પર ત્રાટકી અને યશસ્વી કાર્યવાહી કરી દેખાડી છે તેમ કહેવુ વધારે પડતુ નહી કહેવાય. આ એ જ સીમાડો અને પટટો છે કે અહીના બુટલેગરો પાછલા બે વરસથી અલગ અલગ જગ્યાઓ પર ટ્રક મારફતે વાગડમાં દારૂનો મોટો જથ્થો ઠાલવી ચૂકયા હતા પંરતુ તેઓની સામે કાર્યવાહી કરવી તો દુરની વાત બલ્કે ફરીયાદ પણ એક સમ ખાવા પુરતી પણ નોંધાઈ શકી ન હતી આવા માથાભારે બુટલેગરોના જથ્થા પરપૂર્વ કચ્છના એસપી શ્રી પરીક્ષીતા રાઠોડની ટીમ ત્રાટકી દેખાડયુ છે તે જ વાત અભિનંદનને આભારી કહી શકાય તેવી છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.પી. જાડેજાની ટીમે રાપર
તાલુકાના ડાભુંડા ગામની સીમમાં છાપો મારી જુદા જુદા બ્રાન્ડના ઈંગ્લીશ દારૂના ૩ર,પ૭,૭૦૦/-ના જથ્થાને ઝડપી પાડયો હતો. ૩ર.પ૭ લાખનો શરાબ પોલીસના હાથે ઝડપાઈ જતા બુટલેગરોમાં હડકંપ મચી જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સરહદી રેન્જના આઈજીપી શ્રી ડી. બી. વાઘેલા તથા પૂર્વ કચ્છ એસ. પી. પરિક્ષીતા રાઠોડના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દારૂ જુગાર જેવી બદીઓ નેસ્ત નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતી દરમ્યાન પૂર્વ બાતમી આધારે ડાભુંડા – નીલપર સીમમાં સાંકર તળાવની બાજુમાં સરકારી પડતર જમીનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની સચોટ બાતમી આધારે છાપો મારવામાં આવ્યો હતો. આરોપી ચનુભા વરધાજી સોઢા (રહે. ડાભુંડા, તા.રાપર)ને પોતાના કબજા ભોગવટાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલ હોવાની માહિતી આધારે ઓરડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ના શરાબના કવાટરીયા નંગ ૭૧૪૩ કિંમત રૂા. ૭,૧૪,૩૦૦/- તથા ૭પ૦ એમ.એલ.ની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૬ર૭૬ કિંમત રૂા. રપ,૪૩,૪૦૦/- એમ કુલ્લ ૩ર,પ૭,૬૦૦/-નો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો અને હાજર નહીં મળેલા આરોપી સામે રાપર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. ૩ર.પ૭ લાખનો શરાબ એલસીબીએ પકડી પાડતા દારૂ પ્યાસીઓ અને બુટલેગરોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. નાસી છુટેલા આરોપી પકડાયેથી દારૂનો જથ્થો કયાંથી મેળવેલ અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સામેલ છે તે સહિતની વિગતો બહાર આવી શકે તેમ છે.