રાતોરાત કુબેરપતિ બનવાનો શોર્ટકટ : કંડલા-મુંદરા બંદરેથી ડીઝલ કૌભાંડોના વધતા કારનામાઓ પછવાડે કારણભુત..!

  • કચ્છના બંદરો પર મીસડીકલેરેશન સિન્ડીકેટને ફરી મોકળું મેદાન

ખાટલે મોટી ખોટ..! : દરીયાઈ વેપાર-વાણિજયમાં મીસડીકલેરેશન કૌભાંડને કસ્ટમની જાણ વિના પાર પાડી જ કેવી રીતે શકાય? : કસ્ટમના અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારનામાઓ પાછલા અમુક સમયથી કંડલા-મુંદરામાં રહ્યા છે ચકચારી : કંડલા કસ્ટમ લેબની ભૂમિકા વધુ એક વખત આવી રહી છે શંકાના દાયરામાં

ગાંધીધામ-મુંદરાના કેટલાક સ્થાનિક સીએચએ-સર્વેયર-શીપીંગ ક્ષેત્રના ધંધાર્થીઓની રાતોરાત ધનપતિ બની જવાની ખેવનાની ભુખ થકી યુએઈથી વ્હાઈટ સ્પીરીટ તથા ઓઈલના અનેકવિધ ગ્રેડીંગના ગેરલાભ ઉઠાવી મિસડીકલેરશન કરીને જથ્થા આયાત કરવાની ઘેલછા

સીએચએ-સર્વેય-કંડલા કસ્ટમ લેબ-કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વોની સાંઠગાંઠથી જ આચરાઈ શકે છે આવા પ્રકારના મોટા કૌભાંડ..? : સીએચએ આયાત-નિકાસ કરનાર ચીજવસ્તુ અને તેના દસ્તાવેજો એક સરખા જ છે કે નહી, તે જોવાની પુરી જવાબદારી ધરાવે છે, તેની સાથે સર્વેયર પણ ચકાસે છે, તો પછી આટઆટલા કરોડોનું ડિજલ ખડકાઈ કઈ રીતે જાય..?

ગાંધીધામ : દેશના મહાબંદરો પેકીના કંડલા-મુંદરા બંદર હાલના સમયે ફરીથી દાણચોરીયુકત એટલે કે મિસડીકલેર કરેલા ઓઈલના જથ્થાઓને લઈને ચર્ચામાં આવવા પામી ગયા છે. પાછલા કેટલાક સમયથી મુંદરા બંદર પર આવતા વ્હાઈટ સ્પીરીટ તથા અન્ય કેમીકલની આડમાં અહી ડિઝલ-તથા પ્રતિબંધિત કેરોસીનનો જથ્થો આયાત થતો હોવાના ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે.સરકાર આ બાબતે ગંભીર હોવા છતા પણ એક મોટી સિન્ડીકેટ જાણે કે રાતોરાત જ અબજોપતિ બની જવાની ઘેલછા પૂર્ણ કરવામાં જ હાલમાં વ્યસ્ત બની ગઈ હોય તેવી રીતે ગલ્ફના દેશોમાથી ઓઈલની આયાત કરાઈ રહી છે અને તેના અલગ અલગ પ્રકારના અનેક ગ્રેડીગનો અહી ગેરલાભ લઈ અને સરકારની તિજોરી પર મોટા પ્રમાણમાં જાણે કે, નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ હોય તેમ સામે આવવા પામી રહ્યુ છે.
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ-મુંદરાના કેટલાક સ્થાનિક સીએચએ-સર્વેયર-શીપીંગ ક્ષેત્રના ધંધાર્થીઓની રાતોરાત ધનપતિ બની જવાની ખેવનાની ભુખ થકી યુએઈથી વ્હાઈટ સ્પીરીટ તથા ઓઈલના અનેકવિધ ગ્રેડીંગના ગેરલાભ ઉઠાવી મિસડીકલેરશન કરીને જથ્થા આયાત કરવાની ઘેલછા જ જાણે કે કંડલા-મુંદરા બંદર પરથી ગેરકાયદેસર આયાત કરવા પછવાડે કારણભુત હોવાનુ મનાય છે. અહી એ વાત પણ નિશ્ચિત સમાન જ છે કે,સીએચએ-સર્વેરય-કંડલા કસ્ટમ લેબ-કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વોની સાંઠગાંઠથી જ આચરાઈ શકે છે આવા પ્રકારના મોટા કૌભાંડ..? સીએચએ આયાત-નિકાસ કરનાર ચીજવસ્તુ અને તેના દસ્તાવેજો એક સરખા જ છે કે નહી, તે જોવાની પુરી જવાબદારી ધરાવે છે, તેની સાથે સર્વેયર પણ ચકાસે છે, તો પછી આટઆટલા કરોડોનું ડિજલ ખડકાઈ કઈ રીતે જાય..? દરીયાઈ વેપાર-વાણિજયમાં મીસડીકલેરેશન કૌભાંડને કસ્ટમની જાણ વિના પાર પાડી જ કેવી રીતે શકાય? કસ્ટમના અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારનામાઓ પાછલા અમુક સમયથી કંડલા-મુંદરામાં ચકચારી બન્યા છે તો વળી બીજીતરફ કંડલા કસ્ટમ ની સેમ્પલીંગ લેબની ભૂમિકા પણ અહી શંકાના દાયરામાં જ આવી રહી છે. નોધનીય છે કે, આ જ પ્રકારના વ્હાઈટ સ્પિરિટ પ્રકરણમાં પણ કંડલા લેબના એક જવાબદાર અધિકારીની ભૂમિકા થોડા સમય પહેલા બહાર આવી હતી અને તે શખ્સને તાબડતોડ કંડલાથી બદલાવી દઈ અને કસ્ટમવિભાગ દ્વારા ઢાંકપીછોડો જ કરી દેવામા આવ્યો હતો.

  • કસ્ટમતંત્ર માત્ર કંડલાને બદલે મુંદરાને પણ કેમ નથી ફાળવતું અલાયદી લેબ ?

પોર્ટ યુજર્સ પણ આ બાબતે કેમ નથી કરતા સજજડ માંગ? એક જ લેબ હોવાના કારણે ઈજારાશાહી જેવુ વલણ રહે, સેમ્પલના રીપોર્ટ આવવામાં સમય લાગે, રીપોર્ટ ઝડપથી મેળવવા સ્પીડમનીના દુષણો પણ વકરી શકે : મુંદરામાં અલાયદી કસ્ટમ લેબ કાર્યરત થાય તો યુજર્સને મળે મોટી રાહત

ગાંધીધામ : દેશ-દુનીયામાથી અનેક પ્રકારના પ્રવાહી કાર્ગો કંડલા-મુંદરા બંદર પર આયાત-નિકાસ કરવામા આવી રહ્યા છે. આવામાં તેના સેમ્પલો કરવા માટે કસ્ટમની લેબ એકમાત્ર કંડલામાં જ કાર્યરત છે અને તે લેબ પણ સતત અને સમયાંતરે વિવાદમાં આવતી જ રહેતી હોય છે. કચ્છમાં બે મહાબંદરો કાર્યરત છે. કંડલા સરકારી છે તો મુંદરા ખાનગી ક્ષેત્રનુ છતા પણ મોટાગજાનુ બંદર જ કહી શકાય તેમ છે. મોટા પ્રમાણમાં અહી પણ પ્રવાહી કાર્ગો આવી રહ્યો છે. ત્યારે હકીકતમાં માત્ર કંડલામાં જ કસ્ટમલેબ કાર્યરત રાખવાના બદલે મુંદરામાં પણ કાર્યરત કરવી જોઈએ. આ માટે સૌ કોઈઓ આગળ આવવુ જોઈએ.

  • મુંદરામાં કરોડોનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપાયો

વેરાવળ અને પોરબંદરની પેઢીઓએ દુબઈથી મુન્દ્રા આયાત કરાયેલા ઈંધણ પર કસ્ટમનો સપાટો : એસઆઈઆઈબી અને કસ્ટમે કરેલી કાર્યવાહીમાં ર૪ કન્ટેનર અટકાવાયા

મુન્દ્રા : અહીંના બંદર પરથી અવાર-નવાર દાણચોરીની પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતો હોય છે. તેવામાં પેટ્રોલ-ડિઝલના ભળકે બળતા ભાવ વચ્ચે મીસ ડિક્લેરેશનથી આયાત કરાયેલા ડીઝલ-કેરોસીનનો ર૪ કરોડનો જથ્થો ઝડપાયો છે. કસ્ટમ અને એસઆઈઆઈબીએ કરેલી કાર્યવાહીમાં ર૪ જેટલા કન્ટેનર સ્થગીત કરાયા છે.પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા બંદરેથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે ભળતા નામનો ઉપયોગ કરીને આયાત કરાતી ચીજવસ્તુઓ ઝડપી પાડવામાં આવતી હોય છે. તેવામાં વેરાવળની વિહાન એન્ટરપ્રાઈઝ અને પોરબંદરની કિસ્મત એન્ટરપ્રાઈઝે દુબઈથી અંદાજે ૬૪૦ મેટ્રીક ટન ડીઝલ અને કેરોસીનનો મોટો જથ્થો આયાત કર્યો હતો. જેને કસ્ટમ અને એસઆઈઆઈબીએ ઝડપી પાડ્યો હતો. વિહાન એન્ટરપ્રાઈઝે હાઈડ્રો કાર્બન ઓઈલના નામે અને કિસ્મત એન્ટરપ્રાઈઝે ડીઝલ ફ્લેક્સી ટેન્ક કન્ટેનરના નામે કેરોસીનનો જથ્થો મંગાવ્યો હતો. વેરાવળના આયાતકારના બે બીલ એન્ટ્રીમાં કસ્ટમ બ્રોકર આર.આર.લોજિસ્ટીક દ્વારા ફાઈલ કરાયા હતા. જ્યારે પોરબંદરના આયાતકારના કસ્ટમ બ્રોકર એમ.એ.ફારૂક એન્ડ કાું વેરાવળનું નામ દર્શાવામાં આવ્યું હતું. મુન્દ્રા કસ્ટમના ડેપ્યુટી કમિશનર અનોપસિંહના સીધા માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર રણજીત ગામીત અને પ્રિવેન્ટીવ ઓફિસર વિકાસકુમારે ઓપરેશન પાર પાળ્યું હતું. અધિકારીઓએ કરેલી કાર્યવાહી બાદ આયાતી માલના સેમ્પલ કંડલા કસ્ટમ સ્થિત સીઆરસીએલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાં આ જથ્થો ડીઝલ-કેરોસીનનો છે તેવો રિપોર્ટ આવ્યો હતો. જેને આધારે કસ્ટમ અને એસઆઈઆઈબી દ્વારા ર૪ જેટલા કન્ટેનરને સ્થગીત કરવામાં આવ્યા છે.