રાઠવા મુદેનું દંગલ દીલ્હીના દ્વારે

કેન્દ્રીય ચૂંટણી પંચ હરકતમાં : ભાજપના આરોપો બાદ દસ્તાવેજોની હાથ
ધરાઈ ચકાસણી

નવી દિલ્હી : ગુજરાતમાં રાજયસભાના કોંગ્રેસના ઉમેદવાર નારાણ રાઠવાને મુદે જામેલ દંગલ હજુય યથાવત છે અને હવે આ મુદો દિલ્હી દ્વારે જઈને પહોંચ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગત રોજ ભાજપ દ્વારા રાઠવાના નો ડયુ સર્ટી સહિતના મામલે સવાલો ઉભા કરતી ફરીયાદ લોકસભા અધ્યક્ષ સુમીત્રા મહાજનને કરવામા આવી હતી અને તે પછી હવે આજ રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ પણ હરકતમાં આવી ગયુ છે અને રાઠવાના દસ્તાવેજોની ચકાસણીઓ હાલમાં ચાલી રહી છે. તો વળી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત ઈસીના સંપર્કમાં રહી અને આ મામલે જરૂરી કાર્યવાહી કરી છે. ભાજપ દ્વારા એવો આરોપ કરાયો હતો કે રાઠવાએ લીધેલા નો ડયુ સર્ટીમા ગડબડ છે તો બીજીતરફ કોંગ્રેસના મોભીઓ વિશ્વાસ જ દર્શાવી રહ્યા છે કે, કોંગ્રેસના બે સાંસદો જીતી શકે તેમ છે.