સેવા નિવૃત થઇ રહેલા પૂર્વ ડીજી શિવાનંદ ઝાએ પાઠવી શુભકામના

ગાંધીનગર :રાજ્યના નવા ડિજીપી તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ કરાઇ છે.
તેઓ આવતીકાલે  વિધિવત પોતાનો ચાર્જ સંભાળી લેશે.  આ સંદર્ભે વયનિવૃત થયેલા ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયાની કામગીરીને બિરદાવી હતી. શિવાનંદ ઝાએ આશિષ ભાટીયાને ઉત્કૃષ્ઠ અધિકારી ગણાવીને ગુજરાત રાજ્ય અને પોલીસને તેમનો લાભ મળશે તેવું જણાવ્યુ હતું. આ સાથે શિવાનંદ ઝાએ પોતાની 37 વર્ષ ની સેવામાં ઘણી મુશ્કેલીમાં સાથ આપનારા તમામ પોલીસ  કર્મચારીઓનો આભાર પણ વ્યકત કર્યો હતો
રાજ્યના નવા ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશનર રહેલા આશિષ ભાટિયાની નિમણુક થઈ છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. ગોર્ડ ઓફ ઓનર આપી અમદાવાદ પોલીસ કમિશનર ખાતેથી વિદાય આપવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળશે.
રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના નામ પર મહોર લાગી હતી. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયા અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ડીજીપીની રેસમાં તેમનું નામ સૌથી આગળ હતું. તેઓ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હાલનાં ડીજીપી શિવાનંદ ઝા નિવૃત થયા છે. જેના કારણે કેન્દ્ર દ્વારા સંભવિત અધિકારીઓની યાદી મંગાવવામાં આવી હતી. ગુજરાતના નવા ડીજીપીની પસંદગી થઈ છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ  જાડેજાએ કહ્યુ હતુ કે, આશિષા ભાટિયા ગુજરાતના નવા ડીજીપી  છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકેના નામની એક જાહેરાત બે દિવસમાં થશે.