રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના મતક્ષેત્રના ભુજ તાલુકામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ કુલ રૂ.૪૦.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવણી

વિવેકાધિન અને પ્રોત્સાહક જોગવાઈ હેઠળ ૧૬ ગામો વિવિધ વિકાસ કામોથી લાભાન્વિત થશે

ભુજ : સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરની સૂચનથી અંજાર વિધાનસભા મતવિસ્તારના ભુજ તાલુકામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ૧૫ ટકા વિવેકાધિન ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળવિવિધ વિકાસ કામો મંજુર થયેલ છે.

૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ રાજ્યમંત્રીશ્રીના અંજાર વિધાનસભા મતવિસ્તારમાં આવતા ભુજ તાલુકાના ગામોમાં રૂ.૩૬.૫૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે. જેમાં ભુજના કનૈયાબે રૂ.૧.૫૦ લાખ, કુકમા રૂ.૪ લાખ,કેરા રૂ.૩ લાખ, ગળપાદર રૂ.૨.૫૦ લાખ, ઝીંકડી રૂ.૨ લાખ, ડગાળા રૂ.૩.૫૦ લાખ, ધાણેટી રૂ.૨.૫૦ લાખ, પૈયા રૂ.૧.૫૦ લાખ,બળદીયા રૂ.૨ લાખ, મમુઆરા રૂ.૫.૫૦ લાખ, મોટા વરનોરા રૂ.૨.૫૦ લાખ, રેહા નાના રૂ.૧ લાખ, લેર રૂ.૨ લાખ, વરલી રૂ.૫૦ હજાર, સરસપર રૂ.૧ લાખ, હબાય રૂ.૧.૫૦ લાખના વિવિધ વિકાસ કામો જેવા કે ગટરલાઇન, પાણીનો ટાંકો, પ્રાર્થના શેડ, કંપાઉન્ડ વોલ, સ્મશાન છાપરી, પેવરબ્લોક, ઇન્ટરલોક, સાર્વજનિક શૌચાલય, સી.સી.રોડના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. અંજાર તાલુકામાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈમાં ખાસ અંગભુત યોજના હેઠળ ભુજ તાલુકાના કોટડા (આ) ગામે સી.સી.રોડ બનાવવા રૂ.૧.૫૦ લાખની ફાળવણી કરવામાં આવેલ છે. ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇ ગ્રાન્ટ હેઠળ ભુજ તાલુકાના ધાણેટી ખાતે એપ્રોચ રોડ માટે રૂ.૨.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, આગામી નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨નું આગોતરું આયોજન કરવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ આયોજન મંડળ-કચ્છની બેઠક તાજેતરમાં મળેલ હતી. જેને ધ્યાને લઇ આ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ ગ્રાન્ટની ફાળવણી થવાથી ભુજ તાલુકાના ગામોમાં પ્રાથમિક જરૂરીયાતના વિકાસના કાર્યોમાં વેગ મળશે. જે માટે શ્રમ અને રોજગાર અને કચ્છ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીર, અંજાર મતવિસ્તારના ભુજ તાલુકાના ગામોના સરપંચશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરજનોએ આભારની લાગણી વ્યક્ત કરેલ છે.