રાજ્યના ૪પ સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કરાઈ બદલી

અમદાવાદથી એક અધિકારી ગાંધીધામ મુકાયા અને ગાંધીધામથી એકની ગાંધીનગર બદલી

ગાંધીધામ : રાજ્યના નાણાં વિભાગ દ્વારા સહાયક રાજ્ય વેરા કમિશ્નર વર્ગ-૧ના ૪પ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. નાણાં વિભાગ નાયબ સચિવ દ્વારા બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. આ બદલી પ્રક્રિયામાં અમદાવાદથી એક અધિકારીને ગાંધીધામ મુકાયા છે અને ગાંધીધામના એક અધિકારીની ગાંધીનગર બદલી કરાઈ છે.
રાજ્યના નાણાં વિભાગ દ્વારા સહાયક રાજ્ય વેરા કમિશ્નર વર્ગ-૧ના અધિકારીઓની કરાયેલી બદલીમાં ૪પ સહાયક કમિશ્નરોની સાગમટે બદલી કરાઈ હતી. જેમાં અમદાવાદની મુખ્ય રાજ્ય વેરા કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા સહાયક રાજ્ય વેરા કમિશ્નર યોગરાજસિંહ આર. ભાભળાની ગાંધીધામ બદલી કરાઈ છે. જયારે ગાંધીધામમાં ફરજ બજાવતા જયક્રિષ્ણ મણિલાલ પટેલની સહાયક રાજ્ય વેરા કમિશ્નર ઘટક – ર૪ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.