કચ્છમાંથી આઠની બદલી તો સાત આવ્યા

ગાંધીનગર : રાજ્ય કક્ષાએથી પોલીસ મહાનિરીક્ષ બ્રજેશકુમાર ઝા દ્વારા ૧પ૪ પોલીસ કર્મચારીઓની સ્વવિનંતી, સિનિયોરીટી જતી કરવા અને પદરના ખર્ચે જિલ્લા ફેર બદલી કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ કચ્છ ભુજમાંથી ૮ કર્મચારીઓને જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. તો કચ્છ જિલ્લાના પશ્ચિમ ભુજમાં ૩ અને પૂર્વ કચ્છ ગાંંધીધામમાં ૪ કર્મચારીઓ બદલીને આવ્યા હતા.પશ્ચિમ કચ્છ ભુજમાંથી બદલીને ઉમેદભાઈ નવઘણભાઈ મુંધવાની ખેડા, ઉર્મિલાબેન મેરૂજી સોલંકીની સાબરકાઠા, રાજુભાઈ સંગ્રામભાઈ ગાગડિયાની અમદાવાદ ગ્રામ્ય, અંજનાબેન કનુભાઈની અરવલ્લી, વિજયભાઈ સામતભાઈ મીઠાપરાની અમદાવાદ ગ્રામ્ય, દિલપીભાઈ ઝીણાભાઈ વસાવાની નર્મદા, વિજય ગોવિંદભાઈ ચૌધરીની મહેસાણા, મહંમદ આરીફ રાજુભાઈ કુરેશીની મહેસાણાની બદલી ગયા હતા. તો વડોદરાથી હિતેનકુમાર હરેશ જોષી, અમરેલીથી અનકભાઈ બાલુભાઈ ભુડણ અને રાધેશ્યામભાઈ શાર્દુળભાઈને પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં આવ્યા હતા. તો પૂર્વ કચ્છ ગાંધીધામમાં પોરબંદરથી કૃષ્ણદેવસિંહ પરાક્રમસિંહ ઝાલા, અમદાવાદથી રામદેવસિંહ અજીતસિંહ, અમદાવાદ ગ્રામ્યથી હરદેવસિંહ મહેન્દ્રસિંહ, જામનગરથી મહેન્દ્રસિંહ ગોવિંદસિંહ વાઘેલાને મુકવામાં આવ્યા છે.