રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો કરાયા : ગૃહવિભાગના એસીએસ તરીકે એ.એમ.તિવારીની નિમણુંક

જિલ્લા કલેકટરોની બદલીઓના વાગતા ભણકારા

ગાંધીધામ – અંજારના દબાણકારોને ધોરા દિવસે તારા દેખાડનાર હતા એ.એમ.તીવારી

 

ગાંધીનગર : રાજ્ય સરકાર ગત રાત્રીએ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરીને ઉચ્ચ સનદીઅધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એલ.ડાગુરની બદલી કરીને તેમના સ્થાને એ.એમ.તિવારીની નિમણુંક કરવામાં આવી છે.
રાજ્યના વહીવટીતંત્રમાં કેટલીક જગ્યાઓ ખાલી હતી. આ જગ્યાઓનો ચાર્જ અન્ય વિભાગના વડાઓને સોંપવામાં આવ્યો હતો.
અધિકારીઓ પરના કામના ભારણને હળવું કરવા અને વહીવટીતંત્રને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા સંગીતા સીંગની બદલી કરીને તેમને સામાન્ય વહીવટ વિભાગમાં મુકવામાં આવ્યા છે જ્યારે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા ડો.રાજીવકુમાર ગુપ્તાની બદલી કરીને તેમને વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા એમ.એસ.ડાગુરની બદલી કરીને તેમનેજીએનએફસીના એમ.ડી તરીકે નિમવામાં આવ્યા છે.વિપુલ મિત્રા બંદર અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા તેમની બદલી કરીને તેમને શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ હવે કેટલાક જિલ્લા કલેકટરોની બદલીઓનો પણ તખ્તો ગોઠવાઈ રહ્યો છે.