રાજ્યનાં ચાર મહાનગરનાં વાહન ચાલકોને હવે ઇ-મેમો નહીં મળે નવી દિલ્હી : ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોને તેમજ ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને હવે થી ઇ-મેમો અપાશે નહીં. સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.સ્માર્ટ સિટી અંતર્ગત સીસ્ટમનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ ફરી થી ઇ-મેમો આપવાનું શરૃ કરાશે. ત્યાં સુધી જૂની સીસ્ટમ મુજબ ઇ-મેમો અપાશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આગામી ૪ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. હાલમાં ટ્રાફિકના નિયમનો ભંગકરનારા નાગરિકોને ઓટોમેટીક કે મેન્યુઅલ ઇ-ચલન જનરેટ કરીને જે-તે નાગરીકનાં ઘરે મેમો મોકલવામાં આવે છે.ગૃહમંત્રીએ કબુલ્યું કે કેટલીક ટેકનિકલ ક્ષતિને કારણે ઘણા કિસ્સામાં આવા ખોટા ઇ-મેમો નાગરિકોને મોકલાઇ રહ્યા છે.

રાજ્યનાં ચાર મહાનગરનાં વાહન ચાલકોને હવે ઇ-મેમો નહીં મળે

નવી દિલ્હી : ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોને તેમજ ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને હવે થી ઇ-મેમો અપાશે નહીં. સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.સ્માર્ટ સિટી અંતર્ગત સીસ્ટમનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ ફરી થી ઇ-મેમો આપવાનું શરૃ કરાશે. ત્યાં સુધી જૂની સીસ્ટમ મુજબ ઇ-મેમો અપાશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આગામી ૪ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે. હાલમાં ટ્રાફિકના નિયમનો ભંગકરનારા નાગરિકોને ઓટોમેટીક કે મેન્યુઅલ ઇ-ચલન જનરેટ કરીને જે-તે નાગરીકનાં ઘરે મેમો મોકલવામાં આવે છે.ગૃહમંત્રીએ કબુલ્યું કે કેટલીક ટેકનિકલ ક્ષતિને કારણે ઘણા કિસ્સામાં આવા ખોટા ઇ-મેમો નાગરિકોને મોકલાઇ રહ્યા છે.