‘રાજુ’વહીવટદારનો ગાંધીધામ સંકુલ પર મલિન ડોળો : ગોરખધંધાઓ ધમધમશેઃ ખાખી-વેપારીજગત રહે સાવધ..!

  • નીચેથી ઉપર સુધી સૌને લાખોના હપ્તા ધરી ફાટીને ફુલેકે ચડેલ

ખાંડ-સોયા-ઘંઉ સહિતની ચીજવસ્તુઓની તસ્કરી-ચોરીની સંકુલવ્યાપી ગોઠવાયું નેટવર્ક : પ૦-પ૦ લાખના હપ્તા આપી, ધંધાઓ ધમધમાવું છુ, મારો કોળ વાળ પણ વાંકો નહી કરી શકેના દાવા કરતા રાજુ વહીવટદારના કયા પોલીસ અધિકારી સાથે મીઠા સબંધો છે ? રાજુથી લાખોના હપ્તા લેનાર કોણ ?

બહારની પોલીસથી શામ-દામ-દંડ-ભેદના દબાણ મારફતે રાજુવહીવટદાર કચ્છમાં ધંધાઓના નેટવર્ક વકરવી રહ્યો છે, વેપારીઓ જાગે-રાજુ વહીવટદાર જેવાને ઉપાડીને નકટી પુલમાં નાખે : નહી તો સંકુલની વેપારી માર્કેટ થઈ જશે પાયમાલ : ગાંધીધામના બની બેઠેલા રાજકારણીના ભરોસે ન રહો, તેમને તો ખુદ દારૂ-તેલચોરી-જુગાર સહિતના ધંધાઓ કયાં ધમધમે છે, તેના હપ્તાઓમાં જ છે રસ..? ભોગગ્રસ્તો ખુદ જાગે અને આગળ આવે તે જ સમયતો તકાજો : વેપારીઓ એકત્રીત થાય-મજબુત વેપારી સંગઠન આગેવાની લે અને સરકાર તથા મુખ્યપ્રધાન સુધી રાજુ વહીવટદાર ટોળકીના અધમ-આતંકભર્યા ત્રાસની રજુ કરે વેળાસર ફરીયાદ

રાજુ વહીવટદારને જો અત્યારથી જ અટકાવવામાં નહી આવે તો પાઈપલાઈન તેલચોરી પણ ધમધમી ઉઠશે : રાજુ ટોળકીએ કરી લીધી છે તેલચોરીની ગોઠવણી : તેલચોરીની ઘટના આખાય સંકુલના અસ્તિત્વ માટે બની રહેશે જોખમરૂપ

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીટી-કંડલા પોર્ટ સલગ્ન સંકુલ ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષ દેશની આર્થિક રીતે ધોરી નસ પૈકીની એક માનવામા આવે છે. અહી બંદરો પર દેશની સંપત્તીઓ ઉપરાંત ખાનગી અરબો-ખરબોની કોમોડીટી અને ચીજવસ્તુઓની આયાત-નિકાસ કરવામા આવી રહી છે. પરંતુ કયાંક ને કયાંક આવી અ..ધ…ધ..કરોડોની રકમની મહામુલી ચીજવસ્તુઓ પર સમયાંતરે ગોરખધંધાર્થીઓની પણ મલિન દ્રષ્ટીઓ પડતી હોય છે અને અહી તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે આવી ચીજવસ્તુઓમાં નાના-મોટા અંશે ચોરી-તસ્કરીઓ કરવામા આવતી હોય છે. જેની છુટીછવાઈ ફરીયાદો પણ સામે આવતી જ રહેતી હોય છે. તે દરમ્યાન જ હવે કંડલા-ગાંધીધામ સંકુલના વેપારી આલમ અને ખાખીને માટે જાણે કે ખુલ્લા પડકાર રૂપ સ્થીતી નિર્માણ પામી જાય તે રીતનો બારાતુ વહીવટદાર રાજુ નામનો શખ્સ અને તેની ટોળકી ઉતરી આવી હોવાનુ કહેવાય છે. આ શખ્સે કંડલા પર પોતાનો મલિન ડોળો મંડરાવી દીધો હોવાની આલબેલ સામે આવવા પામી રહ્યો છે. તાજેતરમાં જ કંડલાના એક ગોડાઉનમાથી રો સુગર મટીરીયલ જહાજમાં પોર્ટ અંદર પહોચાડવાનુ કામ કરી રહ્યા હતા તેમના વાહનોમાંથી ખુલ્લેઆમ મોટા પાયે ખાંડની બેરોકટોક બેખોફીથી તસ્કરી કરવામા આવી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોધાવવા પામી ગઈ છે. આ ફરીયાદ જયારે સામે આવી છે ત્યારે જ સંકુલમાં લાલબત્તીરૂપ સંકેત સામે આવ્યા છે અને તે એ જ છે કે ઘંઉ હોય કે પછી સોયાનો જથ્થો કે પછી આવી રીતે ખાંડના જથ્થા પર જ તસ્કરી કરવાની આયોજનબદ્ધ રીતે ચોરી-તસ્કરીના ગોરખધંધા મુળ પોલીસ બેકગ્રાઉન્ડ ધરાવતા રાજુ નામના વહીવટદારની ટોળકી દ્વારા જ આચરવામા આવે તેવી ગોઠણવો કરી લેવામા આવી હોવાનુ કહેવાય છે. અહી રાજુ આણી ગેંગ ટોપ ટુ બોટમ એટલે કે સ્થાનિકેથી લઈ અને ઉપર સુધી મોટાપાયે તગડા હપ્તાની ગોઠવણીઓ કરી અને આ મુજબના ગોરખધંધાને અંજામ આપવા કંડલા સંકુલમાં ઉતરી પડયા હોવાની ગંધ ફેલાઈ રહી છે. રાજુ વહીવટદારે સ્થાનિક મયુર-અસલમ અને વિક્રમ નામની ત્રિપુટીને કામે લગાડી દીધી છેે. રાજુના ઈશારે આ ત્રિપુટીએ સ્થાનિકની તમામ જવાબદારીઓ લીધી હોવાનુ કહેવાય છે. જાણકારો દ્વારા કહેવાય છે કે, ખાંડની તસ્કરીનો જે ગંભીર કીસ્સો સામે આવવા પામ્યો છે તે ટાંકણે જ હવે સૌ કોઈ જાગૃતી દાખવે અને આવી ગેગ-ટોળકીને કડકમાં કડક બોધપાઠ આપવાની દીશામાં કામ કરી દેખાડે તે જ સમયનો તકાજો બની રહ્યો છે. અહી જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે, રાજુ વહીવટદારને અત્યારથી જ નહી ડામવામા આવે તો સંકુલમાં પાઈપલાઈન તેલચોરી પણ મોટાપાયે ધમધમી ઉઠશે આ માટેની તમામ ગેાઠવણીઓ રાજુ વહીવટદાર દ્વારા કરવામાં આવી ગઈ છે. અને જો પાઈપલાઈન તેલચોરી જો વકરવા પામશે તો આખાય સંકુલને માટે મોટુ જોખમ બની રહેશે તેવી વકી પણ જાણકારો સેવી રહ્યા છે.

પોલીસની ભાગીદારીવાળા પેરાજનો ભંગારનો વાડો બંધ કરાવો
ગાંધીધામ : સંકુલમાં ચોરી-ચપાટી-તસ્કરીની ઘટનાઓને વેગ આપનારા પેરાજનો ભંગારનો વાડો પણ બંધ કરાવો ઘટે. પેરાજ તો કહેતો ફરે છે કે, કોઈ પણ વસ્તુઓ ચોરીને મારી પાસે લાવો, ભંગારનો વાડો છે ને.પોલીસને સાચવીને જ ચોરીના માલસામાનની હુ કરુ છુ લેતીદેતી મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. હવે જો આ પેરાજનો ભંગારનો વાડો બંધ કરાવવામાં નહી આવે તો પ્રજા રેડ કરવાનુ પણ વિચારી રહી છે. કહેવાય છે કે, પેરાજના ભંગારના વાડામાં પેાલીસકર્મી ભાગીદાર તરીકે છે. તેથી જ પેરાજને ઘી કેળા થઈ ગયા છે.બેરોકટોક આ ભંગારનો વાડો એટલે જ ધમધમી રહ્યો હોવાનુ મનાય છે. કોઈ પણ ચોરીની વસ્તુ લાવો પેરાજના વાડામાં તેને સાચવી લેવામા જ આવે છે. તે એટલે સુધી કે કંડલામાથી કાંઈ ચોરી થઈ અને પેરાજના ભંગારના વાડામાં જો તે ન લઈ જવાય તો તે પકડાઈ જ જાય છે. પેરાજના વાડામાં ચોરીની વસ્તુ આવે એટલે કેાઈ જ ચોરને ચિંતા રહેતી જ નથી.

પૂર્વ કચ્છ પોલીસ બોધપાઠ લેશે ?
ગાંધીધામ : ખાંડની તસ્કરી-ચોરી જે રીતે કંડલા તરફ જતા રોડ પર ખુલ્લેઆમ વાહનોમાથી કરવામા આવી રહી છે તો વળી તેની ફરીયાદને માટે પણ ફરીયાદીને નાકે દમ આવી ગયાની નોબત આવી ગયાની ચર્ચા થાય છે ત્યારે આ ઘટના પૂર્વ કચ્છ પોલીસને માટે પણ લાલબત્તીરૂપ જ કહી શકાય તેમ છે. ખાંડના કિસ્સામાં જ ફરીયાદીની ફરીયાદને જોઈ અને તેના મુળીયા ઉકેલવા સુધી કડક કાર્યવાહી કરવી જોઈએ.

ત્રિપુટી મયુર-અસલમ-વિક્રમ મારફતે રાજુ વહીવટદાર ધમધમાવે છે ધંધા…!
ગાંધીધામ : કંડલા ગાંધીધામ સંકુલ પર ફરીથી વધુ એક સડ્ડારૂપ સેટીંગબાજ વહિવટદારનું દુષણ વકરવાની પુરી શંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસ બેકગ્રાઉન્ડ ધરાવતા આ બારાતુ વહિવટદારની ત્રીપુટીને નેટવર્ક ફેલાવતા પહેલા જ ડામી દેવી તે સંકુલના હિતમાં કહેવાશે. બારાતુ રાજુ વહીવટદાર કચ્છમાં ત્રિપુટીને કામે લગાડી છે. મયુર-અસલમ અને વિક્રમની ત્રિપુટીએ રાજુ પાસેથી સ્થાનિકે ધંધાઓ માટેની જવાબદારી લીધી હોવાનુ મનાય છે. હકીકતમાં આ ટોળકીને ઉગતી જ ડામી દેવાની જરૂર છે.

રાજુ વહીવટદારની ટોળકીને ઉગતી જ ડામો
નહી તો કંડલા-પોર્ટ ઠપ્પ થઈ જશે :વેપારીઓ ફેરવી જશે મોઢુ..!
ગાંધીધામ : કંડલા સંકુલમાં ગોરખધંધાઓના નેટવર્કને વિકરાવવાની દીશામાં આયોજનબદ્ધ રીતે ઉતરી આવેલ બારાતુ રાજુ વહીવટદારની ટેાળકીને ડામી દેવી જોઈએ નહી તો આગામી સમયમાં વેપારીઓ અને કંડલા પોર્ટ સંકુલના વ્યાપાર ઉદ્યોગ જગતને મોટો ફટકો પડી શકે તેમ છે. કારણ કે, કંડલા પર આવતી વસ્તુઓમાં તો સમજુતી અનુસારની જ વસ્તુઓ હોય પણ વચ્ચે રાજુ વહીવટદાર જેવી ગેગો માલ ચોરી લે તો તેમાં ઘટ્ટ આવવાની જ છે અને આવામાં બન્ને વેપારીઓ વચ્ચે પણ નાહકનો ખટરાગ વધતો થઈ જશે.

બારાતુ વહીવટદાર રાજુના કંડલા કચેરીની સામેની હોટલમાં હોય છે ઉતારા
કોથરાભરીને લઈ જાય છે નાણા..!
ગાધીધામ : પોલીસતંત્રનો જ પૂર્વ ઈતિહાસ ધરાવનાર બારાતુ રાજુ તેની ટોળકીને અહી સેટ કરી ગયેલ છે અને હવે ધીરે ધીરે નેટવર્ક વકરાવી રહ્યો હોવાનુ કહેવાય છે. આ શખ્સ સમયાંતરે ગાંધીધામ આવે છે અને કંડલા પોર્ટની કચેરીની સામે આવેલી આલીશાન હેાટેલમાં તેના ઉતારા થતા હોય છે. રાજુ આ હોટેલમાં આવે અને જાય ત્યારે કોથરા ભરીને નાણા ભેગા કરીને જતો હોવાનુ મનાય છે. આ હોટેલ કઈ છે અને રાજુ જેવા વહીવટદારને ઉતારા કયા આધારે આપી રહી છે? તે પણ અહી તપાસનો વિષય બની રહ્યો છે.