રાજીવ આવાસ યોજનાના બનેલા મકાનોમાં પાયાની સુવિધા કયારે ?

વિવિધ વસાહતોના લોકોએ રેલી યોજી કલેકટર કચેરીએ કરી રજુઆત

ભુજ : સરકારની રાજીવ આવાસ યોજના અંતર્ગત ભુજના રામદેવનગર, ભીમરાવનગર, હંગામી આવાસ, ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. મકાનોમાં રહેણાંક શરૂ થઈ ગયું છે.
ત્યારે માળખાગત સુવિધાઓ પૂરી પાડવા રેલી યોજીને કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. ભુજના ત્રણ વિસ્તારોમાં રાજીવ આવાસ અંતર્ગત બનેલી વસાહતોમાં માળખાકિય સુવિધાઓમાં પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ, સફાઈની સુવિધાઓ ન મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ૩ વિસ્તારમાં રહેણાંક શરૂ થઈ ગયા હોવા છતાં કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. પરિણામે આ વિસ્તારોમાં પુષ્કળ ગંદકી ફેલાઈ રહી છે. નગરપાલિકાને આ અંગે અનેક વખત લેખિત-મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ જ પગલા લેવાયા નથી. ત્યારે આજે તમામ વિસ્તારના સ્થાનિકોએ રેલી યોજીને જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને માળખાગત સુવિધા પૂર્ણ કરવા અરજ કરી હતી.