રાજામૌલીની ફિલ્મ ’આરઆરઆર’ માટે સાઉથના સુપરસ્ટાર રામ ચરણનો લૂક રીલિઝ

(જી.એન.એસ)મુંબઈ,બાહુબલી ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની આગામી ફિલ્મ ’આરઆરઆર’ માટે સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજાનો લૂક રીલિઝ કરવામાં આવ્યો છે. રામ ચરણ તેજાના જન્મદિવસ પર તેનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. તેજા આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવતો જોવા મળશે અને આલિયા ભટ્ટ આ ફિલ્મમાં સીતાની ભૂમિકા નિભાવતી જોવા મળશે.તેજાએ આ ફિલ્મનું પોસ્ટર તેના સો.મીડિયા એકાઉન્ટથી શેર કર્યું છે. તેમણે ફિલ્મના પોસ્ટરને શેર કરતાં લખ્યું, “બહાદુરી, ગૌરવ અને પ્રતિષ્ઠા. એક વ્યક્તિ જે આ બધાની વ્યાખ્યા આપશે. મારું સૌભાગ્ય છે કે મને આ પાત્ર ભજવવા માટે મળ્યું” પોસ્ટરમાં તેજા લાંબા વાળ અને દાઢીસાથે સ્નાયુબદ્ધ શૈલીમાં જોવા મળી રહી છે. તેનો સન્યાસીવાળો લૂક જોવા મળ્યો છે. જેમાં તેના હાથમાં એક તીર અને ધનુષ સાથે જોવામાં આવે છે.
ફિલ્મનું શીર્ષક ’આરઆરઆર’ ઘણા ફેન્સને વિચિત્ર લાગ્યું હતું પરંતુ તમને જણાવી દઈએ કે આ ટાઈટલનું ફુલ ફોર્મ- રાઇઝ રોર રિવોલ્ટ છે. એટલે કે ઉઠો બુમો પાડો અને બદલો લો. ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો તેમાં બોલિવૂડ એક્ટર અજય દેવગન પણ જોવા મળશે. અજય ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે કામ કરતા જોવા મળશે.એસ.એસ.રાજામૌલી દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ ડીવીવી ડાન્યાએ કર્યું છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો તે આ વર્ષે ૧૩ ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે. કોવિડને કારણે દેશમાં જે સ્થિતિ છે તેને જોતા ચાહકો એવી અટકળ પણ લગાવી રહ્યા છે કે શક્ય છે કે આ ફિલ્મ ઓટીટી પર પણ રિલીઝ થઈ શકે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.