રાજસ્થાનના સાંચોરથી સામખિયાળી સુધી ઈકોનોમિકલ કોરીડોર બનશે

ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ હાઈવે બનાવવાની વાત કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ કરી

ભુજ : ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદ સુધીનો જ એક્સપ્રેસ હાઈવે છે ત્યારે હવે સરકાર દ્વારા ૩ નવા એક્સપ્રેસ હાઈવે બનાવાશે. જેમાં રાજસ્થાનના સાંચોરથી લઈને રાધનપુર થઈને કચ્છના સામખિયાળી સંધીનો ઈકોનોમિકલ કોરીડોર બનાવવામાં આવશે.
વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વિગતો આપતા કહ્યું કે, ભારત સરકારે ગુજરાતમાં ત્રણ એક્સપ્રેસ હાઈવે બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં દિલ્હીથી વડોદરાનો ૮૪પ કિ.મી. લાંબો નવો એક્સપ્રેસ હાઈવે બનશે. જેની પાછળ રૂ. ર૧૧પ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ રોડનું કામ આગામી ઓક્ટોમ્બર- નવેમ્બરમાં શરૂ કરાશે અને ર વર્ષમાં એટલે કે નવેમ્બર ર૦ર૦માં પૂર્ણ કરાશે. આ જ રીતે વડોદરાથી મુંબઈનો નવો એક્સપ્રેસ હાઈવે બને વડોદરાથી કીમ એક્સપ્રેસ વેના ૧રપ કિલોમીટરના કામ પાછળ ૮૭૪૧ કરોડો ખર્ચ થશે. જ્યારે રાજસ્થાનના સાંચોરથી રાધનપુર થઈને કચ્છના સામખિયાળી સુધીનો ૬પ૦ કિ.મી.નો એક્સપ્રેસ હાઈવે બનાવાશે. આ પ્રકારે નિર્માણ થઈ ગયા બાદ ગુજરાત દેશમાં સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે ધરાવતું રાજ્ય બનશે.