રાજસ્થાનઃ સત્તાના નશામાં ખેડૂતને લાત મારનાર SDMની આખરે ટ્રાન્સફર

(જી.એન.એસ.)જયપુર,રાજસ્થાન સરકારે ખેડૂતો સાથેના ઝઘડાના કારણે વિવાદમાં ફસાયેલા એસડીએમ ભુપેન્દ્ર યાદવની તાત્કાલિક બદલી કરી નાંખી છે.રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશ અનુસાર હવે તેમને જોધપુર ડેવપલમેન્ટ ઓથોરિટીમાં ખેસડવામાં આવ્યા છે.ભુપેન્દ્ર યાદવે ખેડૂતને લાત મારી હતી અને તેના પગલે ભારે ઉહાપોહ થયો હતો.
ગુરુવારે રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક્સપ્રેસ વેના ચાલી રહેલા નિર્માણ વખતે પિલર માર્કિંગ દરમિયાન એસડીએમ યાદવ અને ગ્રામજનો વચ્ચે તકરાર થઈ હતી.આ તકરારનો વિડિયો વાયરલ થયો હતો અને તેમાં તાનાશાહ એસડીએમ યાદવ એક ખેડૂતને લાત મારતા જોવા મળ્યા હતા.તેમના આ વ્યહારની ભારે ટીકા થઈ હતી.સોશિયલ મીડિયા પર પણ યુઝર્સે આ પ્રકારના વર્તનને વખોડી નાંખ્યુ હતુ.ઉલટાનુ અધિકારીએ ૧૬ ખેડૂતો સામે સરકારી કામમાં વિઘ્ન ઉભુ કરવાના નામે પોલીસ કેસ દાખલ કરાવ્યો હતો.જોકે હવે વિડિયો સામે આવ્યા બાદ આ કેસ પાછો ખેંચાય તેવી શક્યતા છે.