રાજયમાં વરસાદથી ધોવાયેલા માર્ગાે માટે નીતીન પટેલે કરી મહત્વપૂર્ણ જાહેરાત

ગાંધીનગર :  માર્ગ મકાન વિભાગ હસ્તકના ૭૭,૮૬૪ કિલોમીટર લંબાઈના માર્ગોમાંથી ચોમાસા દરમિયાન ૭૫૦૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેને  રિપેર કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા  પુર્ણ કરી દેવાઈ અને નવરાત્રી સુધીમાં કામ શરૂ કરીને દિવાળી પહેલા પુર્ણ કરવાનું આયોજન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ છે. આ ઉપરાંત શહેરોના રસ્તાઓ રિપેર કરવા રૂ.૧૫૮ કરોડની ફાળવણી પણ તેમણે કરી છે.અમદાવાદ મ્યુ.કોર્પોરેશન માટે રૂ.૭૫ કરોડ, રાજકોટ માટે રૂ.૨૫ કરોડ, સુરત- વડોદરા માટે રૂ.૪-૪ કરોડ તેમજ ૧૬૨ નગરપાલિકાઓને રૂ.૩૫.૮૦ કરોડ અને ધાનેરા, રાધનપુર, માળિયા મિયાણાને રૂ.૭ કરોડ એમ કુલ ૧૫૮ કરોડની રકમ ફાળવાઈ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જ્યાં રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે તેને સત્વરે રિપેરીંગ કરવાની જવાબદારી સામાન્ય રીતે પાલિકાઓને શિરે હોય છે પરંતુ, સરકારે ભારે વરસાદને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે. તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ રિસર્ફેસિંગના કામ માટે રૂ.૧૫૦૦ કરોડના ખર્ચે કામગીરી શરૂ કર્યાનું ઉમેર્યુ હતુ.