રાજયમાં મગફળીના નામે મહાભારત

હવે બનાસકાંઠામાં ધુણ્યું મગફળીકાંડનું ભુત : કોંગ્રેસે યોજયા વિરોધ પ્રદર્શન : રાજકારણ ગરમાયું : ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક વાર

ગાધીનગર : ગત વર્ષ ર૦૧૭ના ઓકટાબર માસમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડ આચરવામા આવ્યુ હોવાનો સતત આક્ષેપ સામે આવવા પામી રહ્યો છે અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ પાછલા કેટલાક દીવસથી વિરોધ પ્રદર્શનો અને ધરણા યોજી અને સરકારને ઘેરી રહી છે. જેના પગલે રાજકારણ વધારે ગરમાવવા પામી ગયુ હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.
દરમ્યાન જ આજ રોજ હવે બનાસકાંઠામાં મગફળકૌભાંડનું ભુત ધુણધુણવા પામી ગયુ હાવાના અહેવાલો સો આવયા છે. કોગ્રેસ દ્વારા આ મુદે ભાજપને ઘેરવાનો પ્રયાસ તેજ બનાવી દેવામા આવ્યો છે. હવે આ મુદો કોગ્રેસ બનાસકાંઠામાં ઉછાળી રહ્યુ છે અને અહી પ્રદેશના નેતાઓએ વિરોધ પ્રદર્શન અને ધરણા યોજયા છે.
હવે બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર મગફળીકૌભાંડને લઈને ચાબખા વરસાવી દીધા હોવાના એહવાલો સામે આવ્યા છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડા દ્વારા સરકારને અહી પણ મગફળીકાંડના મુદે ઘેરાઈ હતી અને ગેરીરીતી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
બનાસડેરી દ્વારા વિવિધ તાલુકાઓમાથી મંડળી મારફતે મગફળી ખરીદવામા આવી હતી. જેમાં ભાભર સહિતના વિસ્તારોમાં ગેરરીતી આચરાઈ હોવાનો સીધો જ આક્ષેપો કરવામાં આવયો હતો. ભાભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા હતા તથા મગફળીકાંડમાં ભાજપના નેતાઓની સીધી સંડોવણી હોવાના આક્ષેપો કરાયા હતા તથા મગફળીમાં કેટલાય ખેડુતોના લોકોને તેમના પૈસા મળવા પામી શકયા નથી.