રાજયમાં કોઈપણ હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં ફેરવવાની મંજૂરી : વિજયભાઈની મોટી જાહેરાત

image description

અમદાવાદ : આજે સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજયમાં કોઈપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમ પોતાને ત્યાં કોવિડ સેન્ટર ચાલુ કરવા માગતા હોય તે માટેની છૂટ આપી દેવામાં આવી છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ આજે બહાર પડી જશે. તેમણે કહ્નાં હતું કે ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ મંડળ મળવા આવેલ તેમની સાથે પણ આ વાત થઈ છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી હાલ રાજયમાં કોરોના પેશન્ટોનો રાફડો ફાટ્યો છે તેને સારવાર આપવામાં મોટી સરળતા ઉપલબ્ધ થશે. વિજયભાઈએ એમ પણ કહ્નાં હતું કે તમામ મોટા સેન્ટરોમાં હોસ્પિટલોની બેડ વધારવાની વિજળીક ઝડપે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. તેમણે ફરી ખાત્રી આપેલ કે કોઈપણ કોરોના પેશન્ટને બેડ, દવા, ઓક્સિજન કે ઈન્જેકશન નહિં મળે તેવુ બનશે નહિં.