રાજયમંત્રી વાસણભાઇ આહિરના પ્રયત્નોથી અંજાર તાલુકાના ભીમાસર જુથ ગ્રામ પંચાયતમાંથી પશુડાને અલગ સ્વતંત્ર પંચાયત પ્રાપ્ત થઈ

અંજાર તાલુકાના ભીમાસર જુથ ગ્રામ પંચાયત માંથી પશુડાને સ્વતંત્ર પંચાયત પ્રાપ્ત થાય એના માટે થોડા સમય પહેલા રાજયમંત્રી વાસણભાઇ આહિર, તેમજ અંજાર મતવિસ્તાર ના ઘારાસભ્ય સમક્ષ ગ્રામજનો એ રજુઆત કરી હતી કે આ રજુઆત ની યોગ્ય ન્યાય આપી રાજયમંત્રી વાસણભાઇ આહિરે પશુડા ગામ પંચાયતને ગુજરાત સરકાર દ્વારા અલગ સ્વતંત્ર પશુડા પંચાયત આપવાના નિર્ણય કરાવ્યો છે તેના કારણે પશુડા ગામમાં કોરાના કાળમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે પશુડાને અલગ સ્વતંત્ર પંચાયત મળવાથી વિકાસના કામોને વાયુ વેગે ગતી મળશે અને ભવિષ્યમાં વિકસિત પંચાયત બનશે વર્ષો જૂની માંગણી સંતોષાતા આ વિસ્તારના આગેવાન બાબુભાઈ ભીમાભાઇ હુંબલ, બીજલભાઇ વીશાભાઈ ઉદરીયા મનજીભાઇ આહિર,  દિપક ભાઈ આહિર, શંભુભાઈ જરુ,  બાબુભાઈ ભીખાભાઈ ડાંગર, ભીખા પાચા બરારીયા , અરજણભાઇ ઉદંરીયા, અરજણભાઇ જખરાભાઈ, શામજીભાઈ રવાભાઈ, શામજીભાઈ વાસણભાઇ,  અરજણભાઇ કરશનભાઈ , ભુરાભાઈ ભીલ,  છગન ભીલ, ગોપાલ રુપા ઉદરીયા, હરીભાઈ પરમાર, વગેરે આગેવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર,  વાસણભાઇ આહિર રાજયમંત્રીનો હ્રદય પુર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો અને પશુડા ગ્રામજનો આ કાર્ય માટે સદીઓ આપ સહુને યાદ કરશે.