રાજયમંત્રી ગાંધીધામ ખાતે કોવીડ RTPCR ટેસ્ટીંગ કેમ્પોની પણ જાત માહિતી મેળવી

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરે આજરોજ ગાંધીધામ ખાતે કોવીડ RTPCR ટેસ્ટીંગ કેમ્પોની પણ જાત માહિતી મેળવી હતી. તે અંતર્ગત ધી ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડ્રસ્ટ્રીઝ દ્વારા નિર્માણ કરાયેલ લોક સહયોગના કોવીડ-૧૯ RTPCR ટેસ્ટીંગ કેમ્પની મુલાકાત કરી ઉપસ્થિતો અને કર્મયોગીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે રાજયમંત્રીશ્રી સાથે ચેમ્બર્સ ઓફ કોમર્સના હોદેદારો, અગ્રણીઓ અને પ્રાંત અધિકારીશ્રી જોશી ઉપસ્થિત રહયા હતા.