રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન -પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે

image description

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર આહિરના અધ્યક્ષ સ્થાને તા. ૫મી સપ્ટેમ્બરે સવારે ૧૦:30  કલાકે સુર્યા વરસાણી એકેડમી, સેડાતા, તા.ભુજ મધ્યે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન -પારિતોષિક વિતરણ સમારોહ ૨૦૨૧ યોજાશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી આહિરના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ સમારંભનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર,  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંયુકત રીતે કરવામાં આવ્યું છે.

       ‘‘રાષ્ટ્રીય શિક્ષક દિન’’ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં સન્માનિત શિક્ષકો સાથે સાંસદશ્રી વિનોદ ચાવડા,  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન ચોપડા, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. સહિત અગ્રણી /પદાધિકારી/અધિકારી સર્વશ્રીઓ સહિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ અને ડાયેટ પ્રાચાર્યશ્રી  સંજય ઠાકર ઉપસ્થિત રહેશે