રાજયમંત્રીશ્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા તેમજ કુટિર ઉધોગ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ

આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો તથા કુટિર ઉધોગ વિભાગની રીવ્યુ મીટીંગ અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો), કુટિર ઉધોગ રાજયમંત્રીશ્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ તકે રાજયમંત્રીશ્રીએ નાગરિક પુરવઠો બાબતે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનો તાગ મેળવી હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. ઉપરાંત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે આવેલી વિવિધ ફરિયાદોની સમીક્ષા કરી અને ઝડપી નિવારણ લાવવા તાકિદ કરી હતી. ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કલ્પેશ કોરડીયાએ સંપૂર્ણ વિગતો રજુ કરી હતી.

જિલ્લા ઉધોગ કેન્દ્ર, ભુજ જનરલ મેનેજરશ્રી કનક ડેરે જિલ્લામાં કુટિર ઉધોગ તેમજ હસ્તકલા ઉધોગ સંદર્ભે હાલ અમલમાં વિવિધ યોજનાઓ તેમજ કાર્યક્રમોનો ચિતાર આપ્યો હતો. તથા અમલવારી બાકી હોય તેવી પણ વિવિધ યોજનાઓની તેમજ કાર્યક્રમોની વિગતો રજુ કરી હતી. વધુમાં રાજયમંત્રીશ્રીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ તેમજ તેમને મળતાં લાભ વિશે પણ ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા મેનેજર-નાગરિક પુરવઠો, ગ્રાહક તકરાર નિવારણ કમિશનના બાબભાઇ આહિર, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયા તેમજ નાગરિક પુરવઠાના દશરથસિંહ ઝાલા ઉપસ્થિત રહયા હતા.