રાજયપાલના હવાલે કાશ્મીર : રાષ્ટ્રપતિની લીલીઝંડી

નવી દિલ્હી : કાશ્મીરમાં ભાજપ અને પીડીપીના ગઠબંધનનો ગત રોજ એકાએક જ અંત આણી દેવાયો હતો. અને અહી સર્જાયેલી રાજકીય તરલતાભરી સ્થિતી વચ્ચે હવે અન્ય કોઈ જ પક્ષ સરકાર બનાવવાનું મન ન ધરાવતા હોવાથી કાશ્મીર ધારણા અનુસાર રાજયપાલને હવાલે જ કરી દેવામા આવ્યુ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રાજયપાલને પત્ર સોપાયા બાદ તેઓએ મહામહિમ રાષ્ટ્રપતિને આ પત્ર મોકલ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા તેને બહા કરી દેવામા આવ્યુ છે એટલે કાશ્મીર હવે રાજયપાલના હવાલો કરી દેવાયુ છે. છ માસ સુધી અહી રાજયપાલ શાસન જ રહેશે.