રાજયના ૧૪ IPS અધિકારીઓની બઢતી

૪ આઈપીએસ અધિકારીઓને આઈજીમાંથી એડીજીપી પદે, ર૦૦૦ની બેચના ૪ અધિકારીઓને આઈ-ગ્રેડમાં અપાઈ બઢતી : તો ર૦૦પની બેંચના છ આઈપીએસ અધિકારીઓને સિલેકશન ગ્રેડ અપાયો

 

ગાંધીનગર : ગુજરાત રાજયના ગૃહવિભાગ દ્વારા આજ રોજ અંતે પાછલા લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવી આઈપીએસ અધિકારીઓની બઢતીના આદેશો વછુટાવી દીધા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
રાજયના ૧૪ આઈપીએસ અધિકારીઓની બઢતી આપતા આદેશો આજ રોજ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. રાજય સરકાર ચાર આઈપીએસ અધિકારીઓને આઈજીમાંથી એડીશ્નલ ડીજીપી તરીકે બઢતી આપી છે જેમાં જીએસ મલીક, હસમુખ પટેલ, ડો.નીરજા ગોટરૂ રાવ, અને જે.કે.ભટ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ર૦૦૦ની બેંચના ચાર આઈપીએસ અધિકારીઓને આઈ ગ્રેડમાં બઢતી આપવામા આવી છે જેમાં વી.ચંદ્રશેખર, નીપુણા તોરવણે, એ.એ.એમ.એચ. અનારવાલા અને ડી.બી.વાઘેલાનો સમાવેશ થાય છે. જયારે ર૦૦ની બેચના છ જેટલા આઈપીએસ અધિકારીઓને સીલેકશન ગ્રેડ આપવામા આવ્યો છે. જેમાં મનીન્દર પવાર, હીમાંશુ શુકલ, રાઘવેન્દ્ર વત્સલ, પ્રેમવીરસીંગ, એમ.એસ.ભરાડા અને એચ.આર. ચૌધરીનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને બઢતીઓ આપવામાં આવી છે હવે પછી બદલીઓના હુકમો કરવામા આવનાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ જાહેર કરાયેલા આદેશોમાં ૧૪ જેટલા અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં વર્તમાન સમયે પશ્ચીમ કચ્છમાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા એમ.એસ.ભરાડાનો પણ સીલેકશન ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.