રાજયના ગૃહમંત્રીશ્રી જાડેજા આજથી બે દિવસ કચ્છના પ્રવાસે

image description

આજે સાંજે ૭ વાગે પૂર્વ કચ્છમાં ક્રાઈમ કોન્ફરન્સમાં લેશે ભાગ : આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે ભુજ મુક્તજીવન મહિલા કોલેજ ખાતે જ્ઞાનશક્તિ દિવસ ઉજવણી અંતર્ગતના કાર્યક્રમમાં રહશેે વિશેષ ઉપસ્થિત : કાલે બપોરે કલેકટર કચેરીમાં પશ્ચિમ કચ્છ પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ તથા પીજીવીસીએલની યોજશે કોન્ફરન્સ

ગાંધીધામ : ગુજરાતની શ્રી વિજયભાઈ રૂપાણી સરકારની ૫ાંચ વર્ષના સાસનકાળની સિદ્ધિઓની ઉજવણીના ભાગ રૂપે તા. ૧-૯ ઓગષ્ટ દરમિયા જુદા જુદા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧ ઓગષ્ટના રોજ જ્ઞાનશક્તિ ઉજવણી દિવસ મનાવવામાં આવશે. જે કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજથી બે દિવસ કચ્છમાં ઉપસ્થિત રહેશે.ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજ રોજ કચ્છ પધારી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેવો આજથી બે દિવસ કચ્છમાં ઉપસ્થિત રહેશે.આધારભુત સુત્રો પાસેથી પ્રાપ્ત માહીતીઓ અનુસાર ગુજરાત રાજયના ગૃહમંત્રી સાંજે ૬ વાગે સંભવત આગમન થશે અને પૂર્વ કચ્છ, ગાંધીધામ એસપી કચેરી ખાતે સાંજે ૭.૩૦ કલાકે ક્રાઈમ કોન્સરન્સમાં ઉપસ્થિત રહી ક્રાઈમ અંગેની સમીક્ષાત્મક બેઠક યોજશે.આજ રોજ ગાંધીધામ ખાતે ક્રાઈમ સમીક્ષા પૂર્ણ કર્યા બાદ રાજયના ગૃહપ્રધાન પ્રદિપસિહ જાડેજા આવતીકાલે ભુજ ખાતે તા.૧ ઓગષ્ટના રોજ ગુજરાત સરકારશ્રી દ્વારા સૌનો સાથ સૌનો વીકાસ અંતર્ગત જ્ઞાન શકિત દિવસ ઉજવણી કાર્યક્રમ શ્રી મુકતજીવન મહીલા કોલેજ મુંદરા રોડ ભુજ ખાતે યોજાનાર છે તેમાં વિશેષ ઉપસ્થિત રહેશે તેવુ કચ્છ યુનિ.ના રજીસ્ટ્રારશ્રી જી.એમ.બુટાણીની યાદીમાં જણાવાયુ છે. સરકારશ્રીના આદેશ અનુસાર આ કાર્યક્રમમાં કચ્છ યુનિ.ના અલગ અલગ વિભાગના વડાશ્રીઓ, અનુસ્નાત ભવનો તથા વહીવટ વિભાગ તમામનાઓને હાજર રહેવાનો પણ યુનિ. દ્વારા આદેશ કરવામા આવી ચૂકયો છે.