રાજયના કફર્યુમાં ફેરબદલ મુદ્દે ગૃહમંત્રીનું મોટું નિવેદન

image description

ગાંધીનગર : ગુજરાત રાજયમાં કોરોનાને લઈને કડક નિયંત્રણો હાલમા લાદવામા આવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં લોકડાઉન અને કફર્યુને લઈને સરકારનુ વલણ શુ રહેશે તે બાબતે આજ રોજ ગુજરાતના ગૃહરાજયમંત્રી પ્રદીપસિહ જાડેજા દ્વારા કહેવામા આવ્યુ હતુ કે, આ મામલેનો નિર્ણય રાજયના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળતી કોર કમીટીન બેઠકમાં હવે પછી લેવામા આવશે. ફેરબદલ કરવો કે નહી તે હવે નકકી થશે. વેપાર ઉદ્યોગમાં કેટલી બાંધછોડ કરવી તે પણ હવે જણાવાશે. અવધિ બાદ જે-તે તાલુકાની સ્થીતીની સમીક્ષાઓ કરવામા આવશે અને તે પછી નિર્ણય કરવામા આવનાર છે.