રાજભાષા મુદ્દે કેન્દ્ર-રાજયની કવાયત

દિલ્હી દરબારમાં ગુજરાતના સીએમ રૂપાણી : પાંચ રાજયોના મુખ્યપ્રધાન સહિતના સભ્યોની કેન્દ્રીય હિન્દી સમિતિની ૩૧મી બેઠકમાં પીએમ મોદી-અમિત શાહ વિશેષ ઉ૫સ્થિત

 

ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજ રોજ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. દીલ્હીમાં આજે કેન્દ્રીય હિન્દી સમીતીની બેઠક યોજાઈ રહી છે. નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય હિન્દી સમીતીની ૩૧મી બેઠક મળનારી છે. આ બેઠકમાં ભાગ લેવા ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સવારે દિલ્હી પહોચ્યા છે.
કેન્દ્રીય હિન્દી સમિતીની બેઠક વરસમાં એક વખત યોજાય છે. જેમાં કેન્દ્રના છ મંત્રીઓ તથા પાંચ રાજયોના સીએમ સદસ્ય બનાવાયા છે. સરકારની જે નીતીનિર્ધારણ કરનારી સંસ્થાઓ છે તેની સાથે હિન્દી સમીતી સમન્વય બેઠક કરે છે. એક તરફ નીતી બનાવવામાં આવે છે અને કેન્દ્ર-રાજય સરકારના કાર્યક્રમોમાં હિન્દીની મહત્વતા છે તેને કેવી રીતે આગળ વધારવુ તે મામલે પરામર્શ કરવામાં આવે છે. સલાહકાર સમીતી છે તે હિન્દીને લઈને તેનું સંકલન કરતુ હોય છે હીન્દી ભાષાના મહત્વને વધુને વધુ આગળ વધારવામાઆવે છે. આ સમિતીમાં એચઆરડી, વિદેશમંત્રી, સહિતના કેન્દ્રીય છ મંત્રીઓ તથા પાંચ રાજયોના સીએમનો સમાવેશ કરાયો છે. ગુજરાત ઉપરાંત બિહાર, છત્તીશગઢ, મધ્યપ્રદેશનો પણ આ સમિતિમાં સમાવેશ કરવામા આવ્યો છે. બેઠક બાદ ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી પીએમથી અલગથી મુલાકાત કરશે અને ગુજરાતના વર્તમાના રાજકીય સમીકરણો સહિતના વિષયો પર પણ ચર્ચા વિચારણા કરશે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત અન્ય ચાર રાજયોના મુખ્યમંત્રીઓ પણ સહભાગી થઈ રહ્યા છે. નોધનીય છે કે મુખ્યપ્રધાન રૂપાણી દલ્હી ખાતેની બેઠકમાં ભાગ લીધા બાદ બપોરે પરત ગુજરાત ફરશે અને અહી સાંજે મળનારી કેબીનેટની બેઠકમાં ભાગ લેશે.