રાજકોટમાં નામચીન બુટલેગર રજની કેસરિયા ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

(જી.એન.એસ.)રાજકોટ,છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ રાજકોટ જીલ્લો નશાના કાળા કારોબારનું તેમજ ગેરકાયદેસર હથિયારનું હબ બની ગયું હોય તે પ્રમાણે લાગી રહ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ગેરકાયદેસર હથિયાર ના સપ્લાયર થી માંડી બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં તેમજ બુટલેગર તરીકે નામચીન એવા રજનીભાઈ કેસરિયા નામના શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ અજય સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટના માલધારી ફાટક પાસે ગુલાબ નગર ૨ માં રહેતો બુટલેગર રજની વનરાજભાઈ કેસરિયા નામનો શખ્સ પડધરી માં ગેરકાયદેસર હથિયાર સાથે આટા ફેરા મારી રહ્યો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મળી હતી.જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એચ. એમ. રાણા તેમજ જી.જે. ઝાલા ની ટીમ દ્વારા રેડ કરતા બુટલેગર રજની કેસરિયા ના પેન્ટ નફામાંથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.આરોપીની અટકાયત કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરતા તેણે હથિયાર રાખવા બાબત નું કારણ જણાવતાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી તેને માથાકૂટ ચાલી રહી હોય જેથી તેને ત્રણ મહિના પહેલા સ્વરક્ષણ માટે હથિયાર ખરીદવા કર્યું હોવાનું જણાવ્યું હતું.