રાજકોટમાં કર્ણાટકના ગવર્નર વજુભાઇના નિવાસે સંઘર્ષ

નવી દિલ્હી : ૪૦ કોંગ્રસી કાર્યકરોની ધરપકડ રાજકોટમાં આવેલ,કર્ણાટકનાં ગવર્નર વજુભાઇ વાળાના નિવાસ સ્થાને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂૂતની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરતા પોલીસે ૪૦ ની ધરપકડ કરી હતી. સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ લખાય છે ત્યારે વજુભાઇનું પુતળુ સળગાવવા નો આશ્ચર્યજનક કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તા તરફથી થઇ રહ્યાનો કોંગી વર્તુળોમાંથી જાણવા મળે છે.