રાજકોટની લેડી ડોને મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા કડક પગલાં લેવા માંગ

ભુજ : રાજકોટ શહેરની લેડી ડોન દ્વારા મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવવામાં આવતાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ સ્વૈચ્છીક રીતે પણ રજૂઆત કરાઈ હતી.
રાજકોટ શહેરની લેડી ડોન સોનું ડાંગર દ્વારા ફરીથી એક વાર ઈસ્લામ ધર્મ વિરૂધ્ધ ટીપ્પણી કરાતાં મુસ્લિમોની લાગણી દુઃભાઈ છે.
આ સંદર્ભે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટર મારફતે ગૃહ સચિવને રજૂઆત કરાઈ છે. જેમાં સોનું ડાંગરે અગાઉ પણ ઈસ્લામ ધર્મ વિરૂધ્ધ વિડિયો વાયરલ કર્યો હતો. જેની એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, ત્યારે ફરીથી એકવાર આ લેડીએ પોતાના વ્હોટ્‌સએપ નંબર ઉપર મહમદ પયગંબર વિરૂધ્ધ ડી.પી. આઈ.ડી. ફોટાઓ વાયરલ કરીને ધાર્મિક લાગણી દુઃભાવી છે. ત્યારે વિકૃત મગજની આ વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ ઈબ્રાહીમ હોલેપોત્રા, કાસમશા સૈયદ, મુસ્લેમીન સંસ્થાના પ્રમુખ મોહસીન હિંગોરજા રફીક મારા, શકીલ સમા, ઈરફાન કાનીયા, મામદ બકાલી, ગુલામશા સૈયદ, શબ્બીર જત તેમજ સેજવાલા માતમ યુવક મંડળ ઉપરાંત આરબ અબ્દુલે રજૂઆત કરી હતી.