રાજકીય ગંદવાડ : કચ્છમાં મોટાપક્ષમાંથી ૧ મહામંત્રી રવાના, પણ અન્યનું શું ? ભુજ-ઈલુકાંડમાં બીજા મજનુ પણ છે ચકચારી

  • મુન્ના બદનામ હુઆ.. ડાર્લિંગ તેરે લીયે..!

શિસ્તબદ્ધ પક્ષમાં વ્હાલા-દવલાની નીતિઓ કેમ? પકડાય એ જ ચોરના તાલે થાય છે કાર્યવાહી ? : થોડા સમય પહેલા જ ભુજના રેલવે સ્ટેશન નજીકના એક ગેસ્ટહાઉસમાં આ જ પક્ષના ચાંદલા કરવાની ટેવવાળા ઈશ્કમિજાજી-મજનુનો એપીએમસીના કર્મચારીની પત્ની સાથેનો રંગરલીયા કાંડ ખુબ ગાજી ચૂકયો છે, તેમની સામે કેમ લાલઆંખ નહીં ?

બંદરીય નગરીથી સંકળાયેલા આ મજનુ મહાશયને ભુજની હેાટેલમાં પરસ્ત્રી સાથે ઈલુ-ઈલુ કરવું પડી ગયું હતુ ભારે, તે વખતે ખાખીધારી પણ હતા કડક, મોટા નેતા હોવાથી ચાલો થાણે અથવા તો પછી થઈ જાવ મોટો ચાંદલો કરવા તૈયાર..ની આપી દીધી હતી થાણેદારે ટકોર : આ તો ભલુ થજો બંદરીય નગરીના મજનુ મહાશયના મિત્રનું..કે તેની પીઠ થબથબાવતા તુરંત જ મોટી રોકડ રકમ લઈ અને પતાવટ માટે મજનુના ગામેથી જ દોડી આવ્યા અને મામલો યેન કેન પ્રકરણ થાડે પડી ગયો…!

નલીયાકાંડ બાદ કચ્છના મોટાપક્ષમાં સેક્સકાંડ-ઈલુ-ઈલુના પ્રકરણો બની રહ્યા છે રૂટીન : નેતાના ગાજતા પરાક્રમ ટાકણે સુચક ઈશારો : બહાર આવેલા કિસ્સા તો પાસેરામાં પુણી સમાન જ છે, હજુ તો આવા કઈક છે, તટસ્થ તપાસ થાય તો કઈકના રંગીનમિજાજી ચહેરા થાય બેનકાબ : ગાંધીધામમાં પણ હાલમાં અમુક નેતાના રહસ્યમય રીતે વધી ગયા છે આંટાફેરાં : એક યા બીજા બહાને અવાર નવાર ગાંધીધામની લટાર મારી પાંચ પોઠીયાઓને મળીને તુરંત આ નેતા કયાં ગુમ થઈ જાય છે? એ પણ કરવી જોઈએ તપાસ ?

ગાંધીધામ : ગુજરાતમાં આવતા વરસે આવી રહેલી વિધાનસભાની ચુંટણીની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને સરકાર તેના જ ભાગરૂપે હાલમાજ પાંચ વરસની પૂર્ણાહુતીની ઉજવણી કરી રહી છે. સરકારે ગઈકાલે રાજયભરમાં નારીગૌરવ દીવસની પણ રંગેચંગે ઉજવણી કરી છે ત્યારે આ પ્રકારના રંગમાં ભંગ પડે તેવી હલચલ કચ્છના એક મોટા રાજકીય પક્ષમાં હાલમાં સર્જાઈ જવા પામી ગઈ હોવાનો ફિટકારજનક વર્તારો સામે આવવા પામ્યો છે.હા, આપણે અહી વાત કરી રહ્યા છીએ સતત વિવાદો અને કથિત પ્રકરણોને લઈને પાછલા એકાદ સપ્તાહથી ચકચારી બનેલા એક રાજકીય પક્ષના મહામંત્રીને તેમના પદ પરથી અંતે રૂખસદ કરવામાં આવ્યા હોય તેમ રવાના કરી દેવાયા હોવાના વિષયની. આવા સમયે રાજકીય બેડાના જાણકારો કહી રહ્યા છે કે, એકને તો રવાના કરાયા પણ બીજાનું શુ? રંગરલીયાકાંડમાં આ જ રાજકીય પક્ષના બીજા મજનુ પણ ઈલુ-કાંડમાં ભારે ચકચારી રહી ચુકયા છે. તેમની સામે કેમ કાર્યવાહી નહીં?જાણકારોની વાત માનીએ તો મોટા પક્ષમાથી એક મહામંત્રીને રવાના કરવા પડયા છે પણ આ એક જ આવા નથી. બીજા પણ આવાને આવા જ રંગીનમિજાજી કારનામાઓમાં ચર્ચામાં રહી ચુકયા હોવાનુ કહેવાય છે. થોડા સમય પહેલા જ રેલવે સ્ટેશન સમીપે એક ગેસ્ટહાઉસમાં એપીએમસીના કર્મચારીની પત્ની સાથે ઈલુ ઈલુમા હાથોહાથ પોલીસના હથ્થે આ બીજા મજનુ પણ ચડી ગયા હતા..તે રાજકીય પક્ષના મજનુ કોણ હતા? કહેવાય છે કે, આ નેતાને તો તે વખતે પોલીસ પણ માથાની જ જડી જવા પામી હતી. ગેસ્ટાઉસમાં રૂમમાં રંગરલીયા મનાવતા પકડાઈ ગયા ત્યારે પોલીસે રીતસરનુ કહ્યુ હતુ કે, તમે મજા કરવા આવ્યા છો તો તમારા પર કેસ ન કરવાના પેસા તો આપવા જ પડશે. અને તમારા જેવા મોટામાથાને પકડી અને કેસ ન કરીએ તો તે પણ કેટલુ વ્યાજબી કહેવાય! ચાલો પોલીસ સ્ટેશન અથવા તો મોટા ચાંદલા કરવા થઈ જાવ તૈયાર.! તમે તો આમે પણ ચાંદલા કરવાની આદતવાળા તો છો જ.! નાણા લેવા માટે પોલીસ પણ તે સમયે અડગ જ રહી હતી. કારણ કે આ નેતા કોઈને વાત કરે તો કયા મોઢે કરે.! તેઓ કોઈને વાત કરી શકે તેવી અવસ્થામાં જ ન હતા. એટલે ન છુટકે મોટી રકમની તોડ થઈ હતી. તે સિવાય કોઈ ઉદ્વાર જ ન હતો. એવામાં આ નેતાને તેના જ બંદરીય નગરના મિત્રની પીઠ થબડાવી પડી અને તે મિત્રની પીઠ થાબડતા જ તુરંત જ તેમના ગામથી રકમ લઈને ગેસ્ટહાઉસ પહોચી આવ્યો હતો. અને તે પછી જ નેતા મજનુને છોડયા હતા. હકીકતમાં આ પ્રકરણ શુ હતુ? તેમા કોણ રંગરલીયા મનાતા પકડાયુ હતુ તે સહિતની પણ હાલમાં તપાસ કરી અને કાર્યવાહી કરવી જ જોઈએ. કારણ કે એક મહામંત્રી જે પકડાયા તે શહીદ થયાને તેમા પણ લાજ શરમ વગર પરાક્રમ કરવા જતા પકડાઈ ગયા અને પોતાનુ રાજકીય ભવિષ્ય-કારકીર્દી જ બગાડી બેઠા છે. ભુજની ભાગોળે રંગેહાથ ઝડપાઇ ગયેલા આ રંગીન સ્વભાવનાં આ સ્થાનિક નેતાએ બીજે ક્યાંય નહીં પરંતુ જેમની સાથે પરિવાર જેવો નાતો હતો તેવા તેમના જ પક્ષના એક પૂર્વ ધારાસભ્યની ભત્રીજીના સાથે સંબંધ હતો. આ વાતની ખબર પડતાં જ પૂર્વ ધારાસભ્યના પુત્રો તેમજ તેના કાકાના
પરિવારજનોએ ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ રહેલા આ નેતાને બરાબરનો ફટકાર્યો પણ હતો. અને ફટકારે પણ શા માટે નહી? જેની આંગળી પકડીને આગળ આવ્યા હોય તેને વફાદાર રહેવુ જોઈએ, પરંતુ તેમની જ સામે બેઈમાની કરો અને આંખુ બગાડો તો બધુ જ જાય, કારણ કે કુદરત પર રૂઠે છે. અને તે બાદ તો કોઈ જ બચાવી ન શકે.ડાકણ પણ એક જ ઘર પાળે પણ આવા ગદ્વારો તો ડાકણથી પણ ગયાગુજર્યા જ સાબિત થઈ રહ્યા છે. જો કે, તપાસની વાત એ છે કે, આ મોટા રાજકીય પક્ષમા આવા એક નહી અનેક છે. પકડાય તે ચોર એટલે આવા લોકોને પોતાના ઘરે તો ન જ આવવા દેવાય. હાલમાં ગાંધીધામમાં પણ અમુક રાજકારણીઓના આંટાફેરા વધી ગયા હોવાનુ કહેવાય છે. તેની પાછળનું રહસ્ય શુ છે?તે પણ જાણવુ જોઈએ. અવાર નવાર કોઈને કેાઈ બહાને ચુપચાપ ચાર પાંચ પોઠીયાને મળીને તુરંત જ કયા ગુમ થઈ જાય છે તે પણ એક રહસ્ય સર્જી રહ્યુ છે. જાણકારો કહે છે કે પોતાને મહાન ગણાવતા આ મહાશય-મહાનુભાવને ઓળખવા હવે જરૂરી બની રહ્યા છે.