રશિયાની વેક્સીન ’સ્પૂતનિક વી’ ભારતમાં મે મહિનાના અંતમાં આવશે

(જી.એન.એસ)મુંબઇ,ડો. રેડ્ડી લેબોરેટરીઝે મંગળવારે એક નિવેદનમાં કહ્યું છે કે રશિયાની કોવિડ-૧૯ વેકસીન સ્પૂતનિક વીનું પહેલું કન્સાઇનમેન્ટ મે મહિનાના અંત સુધીમાં ભારત આવી જશે તેવી આશા છે.ડો. રેડ્ડી લેબોરેટઝીને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા તરફથી સ્પૂતનિક વી રસીના મર્યાદિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. ડો.રેડ્ડી લેબોરેટરી અને આરડીઆઇએફ વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં સ્પૂતનિક વીના કલીનિકલ ટ્રાયલ માટે કરાર કરવામાં આવ્યો હતો. કંપની પાસે ભારતમાં આ વેકસીનના ૧૨.૫ કરોડ ડોઝ વિતરણ કરવાનો અધિકાર છે.ડો. રેડ્ડીના પ્રવકતાએ કહ્યું હતું કે અમે પહેલું કન્સાઇનમેન્ટ ચાલું ત્રિમાસિક ગાળામાં મળી જાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છે.અમારી પુરી કોશિશ છે કે મેના અંત સુધીમાં પહેલું કન્સાઇનમેન્ટ આવી જાય. આરડીઆઇએફના સીઇઓ કિરિલ દિમિત્રિવે તાજેતરમાં એક વર્યુઅલ સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે અમને આશા છે કે ગરમીની સિઝન સુધીમાં ભારતમાં ૫ કરોડ વેકસીન મોકલી શકીશું.
દેશની રાજધાની દિલ્હી અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧૮ વર્ષની ઉપરની ઉંમરના લોકોને મફતમાં વેકસીન આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે ૧લી મેથી દેશભરમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના દરેક લોકોને વેકસીન આપવામાં આવશે. વેકસીન માટે તમારે ર્ઝ્રંઉૈંદ્ગ પોર્ટલ પર રજિસ્ટ્ર્‌શન કરાવવું અને વેકસીનેશન માટે સમય મેળવવો જરૂરા છે. કારણ કે શરૂઆતમાં રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેન કરાવવાની પરવાનગી નથી. ઉપરાંત તમને કોવિન પોર્ટલ પર એન્ટી કોરોના વાયરસ વેકસીનના પ્રકાર અને તેની કિંમત પણ બતાવવામાં આવશે.જેથી લોકો પસંદગી મુજબ અને પોતાની સુવિધા પ્રમાણે તેની પસંદગી કરી શકે. આ વખતે કેન્દ્ર સરકારે રાજયો, ખાનગી હોસ્પિટલ અને ઔદ્યોગિક સંસ્થાઓને વેકસીન ઉત્પાદક કંપની તરફથી સીધી વેકસીન મળી શકે તેની મંજૂરી આપી દીધી છે.કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અત્યારે વેકસીન એ એક માત્ર ઉપાય દેખાઇ રહ્યો છે અને દેશમાં રસીકરણ પછી તેના સારા પરિણામો પણ જોવા મળી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં માત્ર બે વેકસીન કંપનીઓને જ પરવાનગી હતી, પરંતું હવે રશિયાની સ્પૂતનિક વીને પણ મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે ભારતમાં વધુને વધુ લોકો સુધી રસી પહોંચી શકશે લોકોએ પોતાની સલામતી માટે રસી મુકાવવી જરૂરી હોવાનું જાણકારો કહી રહ્યા છે.