રશિયાએ પણ છોડ્યો ચીનનો સાથ! જી-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી રોકી

0

મોસ્કોઃ ચીનના સૌથી મોટા સહયોગી અને દોસ્ત મનાતા રશિયા એ જ આ મુશ્કેલ સમયમાં તેને મોટો આંચકો આપી દીધો છે. ભારત , અમેરિકા (US) અને ઓસ્રેઃ/લિયા સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાએ હાલ ચીનને જી-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી રોકી દીધી છે. ચીન તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક અન્ય દેશના દબાણમાં રશિયાએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ભારતે પણ રશિયા પાસેથી આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે અને ચીનનો ઈશારો પણ ભારતની તરફ જ છે.